Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં જાગૃત નાગરિકો એ દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું.

Share

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં માંગરોળ મામલતદાર કચેરી ખાતે જાગૃત નાગરિકો એ દેખાવો વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચારો કરી ગેરબંધારણીય રીતે અટકાયત કરાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.

તાજેતરમાં ટ્વીટર એપ પર ટ્વીટ કર્યું હતું જે અનુસંધાનમાં આસામ પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી ગેરબંધારણીય રીતે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરી છે જેના વિરોધમાં માંગરોળ તાલુકાના જાગૃત નાગરિકો દિલીપભાઇ પરમાર કેતનભાઇ ભટ્ટ ભરતભાઈ પરમાર કોંગ્રેસના આગેવાનો રમણ ચૌધરી શામજી ચૌધરી, મોહન કટારીયા, સુરેશ વસાવા ઈરફાન મકરાણી શાહબુદ્દીન મલેક સહિતના આગેવાનોએ તાલુકા મથક માંગરોળ મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ જીગ્નેશ મેવાણી ધરપકડના વિરોધમાં સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફરજ પરના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે અમે જાગૃત નાગરિકો જીગ્નેશ મેવાણીની ધરપકડનો વિરોધ કરીને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કરાઈ છે તેમના પરિવારને પણ ધરપકડની જાણ કરવામાં આવી નથી તેમની કયા ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે તે અંગે પૂછવા છતાં તેની જાણ કરાઇ નથી ત્યારે આસામ પોલીસ સામે પણ ગુનો નોંધવામાં આવે તેવી અમારી માંગ છે. જીગ્નેશ મેવાણી લોકશાહી શાસન પ્રણાલી પ્રમાણે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ છે ભારતીય બંધારણ અનુચ્છેદ ૧૯ મુજબ ભારતના દરેક નાગરિકને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે જેનું આસામ પોલીસ દ્વારા ખોટું અર્થઘટન કરી એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ ને રીઢા ગુનેગારની જેમ ગેરબંધારણી રીતે ધરપકડ કરી છે. નાની મોટી સાત જેટલી માંગણીઓ તંત્ર સમક્ષ કરીને તાત્કાલિક ધોરણે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મુક્ત કરવા માંગ કરી છે. જો અમારી માગણીઓ તાત્કાલિક અસરથી નહીં સંતોષવામાં આવે તો લોકશાહીના મૂલ્યોમાં અને બંધારણીય જોગવાઈઓમાં માનનાર તમામ ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતમાં આંદોલનનો દોર શરૂ કરશે. જેમાં રેલીઓ ધરણા પ્રદર્શન કરવામા આવશે તેમજ રાજ્યના મુખ્યમંત્રીની કચેરીનો ઘેરાવ કરીશું તેવી ચીમકી જાગૃત નાગરિકોએ આપી છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડીમાં સરકારી રાશન લેવા લાંબી લાઇનો લાગતા સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી.

ProudOfGujarat

ભરૂચમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી સંગઠનની મીટીંગ યોજી.

ProudOfGujarat

ગોધરા ફાયર વિભાગે કોરોનાનાં કહેર વચ્ચે ૨૧ દિવસમાં ૧૧ વોર્ડમાં આવેલા વિવિધ વિસ્તારોને સેનિટાઈઝ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!