Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા શહેરની સાર્વજનિક કોલેજમાં વિદ્યાર્થીએ પરીક્ષાના છેલ્લા દિવસે પીઠી ચોળીને પરીક્ષા આપતો યુવાન.

Share

હાલમા લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ગોધરાની શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે ચાલતી બી.કોમ.ના છેલ્લા વર્ષની પરીક્ષાનો આજે છેલ્લો દિવસ હતો અને આજે જ કોલેજના વિદ્યાર્થી નરેન્દ્રભાઈ દિલીપભાઈ બારીયાની લગ્ન વિધિ હતી. વિદ્યાર્થીએ વિચાર્યું કે આ પરીક્ષા આપવી જ છે તો લગ્નના પોશાકમાં સજ્જ, પીઠી ચોળીને, કટાર લટકાવીને એટલા જ ઉમંગ અને ઉત્સાહથી નરેન્દ્રભાઈ એ આજે પરીક્ષા આપી હતી, કોલેજમાં
સૌ કૌઈએ તેમને લગ્નના અભિનંદન પાઠવ્યા હતા.

સાથે સાથે કોલેજ સ્ટાફે પણ અભિનંદન પાઠવ્યા હતા, જોકે સંજોગ કહી શકાય આજે બીકોમ ની પરીક્ષા તો પૂરી થઈ પણ એવું કહી શકાય કે આવતીકાલથી નરેન્દ્રભાઈની જિંદગીની પરીક્ષા શરૂ કરશે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

વડોદરાના આજવા ખાતે આતાપીનાં મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા મ્યુ.કમિશનરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

સુરત : આજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં ધો.10 તથા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1,63,330 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!