યુપીએલ લિમિટેડના યુનીટ-૫ જીઆઈડીસી ઝઘડિયા ખાતે ગાલા ઇવેન્ટ ઉપલક્ષ યોજાયો હતો. કંપનીના માપદંડો જેવા કે સુરક્ષા, ગુણવત્તા, ડિલિવરી, સી.એસ.આર અને સસ્ટેનેબીલીટી વગેરે ક્ષેત્રમાં ખૂબ જ સારૂ કામ કંપનીના માપદંડ મુજબ કરી ઉચ્ચતર પ્રગતિ કરેલ હોઇ, તેની સફળતાની ઉજવણી ગાલા ઇવેન્ટ ઉપલક્ષ યોજી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કંપનીના દરેક કર્મચારીઓ સહભાગીદાર થયા હતા. આયોજિત કાર્યક્રમમાં પી.એચ.શાહ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, આર.એ.પટેલ જોઈન ડાયરેક્ટર ડીસ દક્ષિણ ગુજરાત, ડી.કે.વસાવા ડેપ્યુટી ડિરેક્ટર ડીસ ભરૂચ તથા ડો. તેજસ પ્રજાપતિ ટોકસીકોલોજીસ નિષ્ણાત હાજર રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે યુપીએલ કંપની દ્વારા સુરક્ષા, પર્યાવરણ અને સોસાયટીના વિકાસ વગેરે જેવા ક્ષેત્રમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે, તેમજ યુપીએલ કંપનીના રાજ ત્રિવારી, વિકાસ ગર્ગ ટેકનિકલ હેડ, અનિલ મુંદડા યુનિટ હેડ, રજનીશ ભારદ્વાજ એચ.આર હેડ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દરેક કર્મચારીગણ દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારૂ કામ કરી યુપીએલ ની પ્રગતિમાં દરેક કર્મચારીનો ફાળો રહ્યો છે તથા કંપનીનું નામ રોશન કરેલ છે, તે બદલ સૌ કર્મચારીગણને અભિનંદન આપ્યા હતા. કર્મચારીઓ તરફથી સુરક્ષા અંગેનું નાટક, ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે રજૂ કરી તેના અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. કંપનીની ઉતરોત્તર પ્રગતિ થાય તે માટે સૌના પ્રયત્ન રહેશે તેવો અભિપ્રાય કર્મચારીગણ તરફથી મળ્યો હતો. આ ઇવેન્ટમાં યુનીટ-૫ ના જુદા જુદા વિભાગની ટીમ દ્વારા ઉત્તમ કામગીરી કરેલ તે બદલ યુપીએલ એવોર્ડ આપી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ