ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવારના વીજકાપથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે આ પ્રશ્નનનુ સમાધાન તંત્ર નહીં કરે તો ગ્રામ્ય વિસ્તારના લોકો જવાબદારો વિરુદ્ધ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ઉનાળાની સમયમાં કાળઝાળ ગરમી પડતા ૪૪ ડિગ્રી જેટલુ તાપમાન હોય ત્યારે વીજકાપ મુકવામાં આવતા પ્રજા તડકા ગરમીથી ત્રાહિમામ પોકારી રહી છે. આજે ગામડાઓમાં ખેતી વિષયક વીજ કાપ અનેક જ્યોતિગ્રામ યોજના ઘર વપરાશ વીજકાપ મહિનામાં ત્રણથી ચાર વાર મૂકવામાં આવે છે અને તે પણ જાણ કર્યા વિના. જ્યારે સમારકામના બહાને વીજકાપ મૂકવામાં આવે છે. પરંતુ અમને શંકા છે કે તંત્ર વીજ પ્રવાહ કવોરી ઉદ્યોગોને આપી દેતા આ મુશ્કેલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર વીજલાઈનનું સમારકામ થતું છે કે કેમ એ પણ એક સવાલ છે અને વારંવાર વીજકાપથી ગ્રામ્ય વિસ્તારના લોકો કાળઝાળ ગરમીમાં કફોડી સ્થિતીમાં મુકાયા છે. ત્યારે લોકોની મુશ્કેલીને વાચા આપવા કોંગ્રેસના આગેવાનો આગળ આવ્યા છે. ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાએ વીજ કંપનીના અધિકારીઓ સમક્ષ ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત વીજપૂરવઠો પૂરો પાડવાની માંગ છે.હવે ફરી વીજકાપ આવશે તો ગ્રામ્ય વિસ્તારના લોકો યુવાનો વીજ કચેરી સામે વિરોધ પ્રદર્શન કરશે એની જવાબદારી વીજ કંપનીની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ