આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં રાજ્યમાં પાણીની સમસ્યાના મુદ્દે અનેક ચર્ચાઓ પત્રકારો સાથે કરી હતી તેઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પાણી માટે પણ રાજ્યમાં આંદોલન કરશે. નર્મદા ડેમ તેની પૂરી ઊંચાઈ સુધી બંધાઈ ચૂક્યો છે. 137 મીટર સુધી નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયો છે તેમ છતાં ભાજપના મળતીયાઓ દ્વારા પાણી આપવામાં આવતું નથી.
ગુજરાતમાં પાણીની સમસ્યા મુદ્દે ખેડૂતો ભારે પરેશાનીમાં મુકાયેલા છે જેના મોટાભાગના જિલ્લાઓમાં સિંચાઈના પાણીની ખેડૂતોને અત્યંત તકલીફ પડે છે. ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા તેમજ સિંચાઈના પાણીની સમસ્યા વધી છે તેમ છતાં ભાજપના નેતા જીતુ વાઘાણી કહે છે કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ પાણીની સમસ્યા નથી. ગુજરાત વિશ્વના અન્ય દેશોથી આગળ છે,ગુજરાતમાં પાણીની સમસ્યા મુદ્દે સરકાર શ્વેત પત્ર બહાર પાડે, આજે નર્મદાનું પાણી ખેડૂતો સુધી પહોંચતું નથી તે ભાજપના નેતાઓને દેખાતું નથી??? ભાજપના નેતાઓ પાણીનું વેચાણ કરે છે તેમજ ભાજપા સરકારમાં વોટર મેનેજમેન્ટ સીસ્ટમ જ નથી. આ તકે આપ ના નેતા ગોપાલ ઇટાલીયા એ વધુમાં જણાવ્યું છે કે ભાજપ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે પરંતુ ખરા અર્થમાં અમૃત એવા પાણીની જરૂરિયાત છે તે પણ આમ જનતાને પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ સહિતના મુદ્દાઓ પર આપના નેતા ગોપાલ ઇટાલીયા એ પાણીના મુદ્દે ભાજપા સરકાર પર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટી આવનારા સમયમાં ગુજરાતમાં પાણીના મુદ્દે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.
વડોદરા : ‘આપ’ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ પાણીની સમસ્યા મુદ્દે સરકાર પર કર્યા આક્ષેપ.
Advertisement