પ્રાપ્ત માહિતી અનુસાર ગત ડિસેમ્બર માસમાં અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશી સવા બે લાખની કિંમતની થયેલ ઘરફોડ ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે, જેમાં અમદાવાદના મરોલી ગામેથી એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે..
ક્રાઇમ બ્રાંચની ટિમ મિલ્કત સબંધી ગુના શોધી કાઢવાના પ્રયત્નમાં હતી તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે જાણકારી મળી હતી કે અંકલેશ્વરના બાપુનગરના ગાંધી માર્કેટ ખાતેના મકાનના ચોરીને અંજામ આપનાર અમદાવાદ નજીક કોઈ ગામમાં મજૂરી કરે છે, જે બાદ પોલીસની ટિમો અમદાવાદ ખાતે તપાસમાં ગઈ હતી.
ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ ટેકનીકલ સર્વેલન્સની મદદથી અમદાવાદનાં દસકોઇ તાલુકાના મરોલી ગામ ખાતેથી શંકાસ્પદ ઈસમ પંકજ ઉર્ફે પંકેશ પીધીયા ભાઈ પલાસ મૂળ,રહે ગરબાડા તાલુકો જીલ્લો દાહોદનાને ઝડપી પાડી તેની પૂછપરછ હાથધરી હતી.
ક્રાઇમ બ્રાંચની સઘન પૂછપરછમાં ભાંગી પડેલ પંકેશ પલાસે કબૂલાત કરી હતી કે અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં આવેલ ગાંધી માર્કેટના એક મકાનમાં ગત ડિસેમ્બર માસમાં તેમજ તેના અન્ય બે સાથી મિત્રો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જે બાદ ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે સોંપી મામલે ફરાર અન્ય બે ઈસમો મિતેષ ભાભોર અને અપ્પીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
હારુન પટેલ