Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ભગાડી.

Share

રાજકોટ જિલ્લાનું એક પરિવાર હાલ ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામે ભાડાના મકાનમાં રહે છે. પરિવારના બે મુખ્ય સદસ્ય એવા પતિ પત્નિ બન્ને નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ યુગલને સંતાનમાં એક સગીર વયની દિકરી અને તેનાથી નાનો દિકરો છે. ગત તા.૨૫ મીના રોજ પરિવારના બધા સભ્યો ઘરે હાજર હતા તે દરમિયાન આ ૧૪ વર્ષ અને ૭ મહીનાની ઉંમરની સગીર વયની છોકરી સાંજના પાંચ વાગ્યાના અરસામાં કોઇને કંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. ત્યારબાદ તેની શોધખોળ કરવા છતાં તે મળી નહતી. ત્યારપછી સાંજના સાતેક વાગ્યાના સમયે સગીરાના પિતાના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ રીસીવ કર્યો તો તેમની ઘરેથી જતી રહેલ દિકરી બોલતી હતી, અને તે કહેતી હતી કે હું વાલિયા ખાતે આવેલ છુ અને મારી શોધખોળ કરતા નહિ.તેમ જણાવી તેણે ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ સગીરાના માબાપને ખબર મળી હતીકે તલોદરા ગામનો મોકસુ નામનો છોકરો લગ્ન કરવાની લાલચ આપીને તેમની સગીર વયની દિકરીને ભગાડી ગયેલ છે. તેમની દિકરી સગીર વયની હોવા છતાં તેને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે ભગાડી જવામાં આવી હોઇ સગીરાની માતાએ આ મોકસુ નામનો યુવક તેમની દિકરીને ભગાડી ગયાના આક્ષેપ સાથે ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતમાં સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ ફસાતા ફાયરે કોંક્રિટની દીવાલ તોડી લોકોનું રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

છોટાઉદેપુર : કવાંટ પીએસઆઈ સી.એમ.ગામીતએ પોલીસ સ્ટાફ સાથે ટાઉનથી રામી ડેમ ખંડીબારા સુધી તિરંગા યાત્રા યોજી.

ProudOfGujarat

સુરત ઉધના દરવાજા પાસે ટ્રક મિક્સર મશીન સાથે બ્રિજ નીચે ફસાઈ ગયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!