Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગમાં જલ સે નલ તક યોજનાને પાંચ વર્ષને ત્રણ માસનો સમય ગાળો પૂર્ણ થયો હોવા છતા કામગીરી અધૂરી.

Share

નેત્રંગ તાલુકા મથક ખાતે આવેલ મુખ્ય ગ્રામપંચાયત મા જ ૨૦૧૭-૧૮ ના વર્ષની નગર માટેની જલ સે નલ તક યોજનાને પાંચ વર્ષને ત્રણ માસનો સમય ગાળો પૂર્ણ થયો હોવા છતા વિકાસના કામો ઝડપી કરાવવા માંગતી સરકારના રાજમા અંધેર વહીવટનો નમુનો તાલુકા મથક ખાતે જ જોવા મળતો હોય તો પછાત અને ઉડાણના ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તારના  વિકાસના નામની પરિસ્થિતિ શુ હશે તે તપાસનો વિષય છે.

રાજય તેમજ કેન્દ્ર સરકાર થકી પ્રજાની સુખાકારીને લઇને અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલ મુકી છે. આ યોજનાઓનો મુળ ધ્યેય સિદ્ધ થાય તે માટે સરકાર દ્રારા જન ભાગીદારી સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સાથે રાખી કામગીરી કરાવવાની નેમ રાખતી હોય છે. પરંતુ સરકારી તમામ યોજનાઓમાથી  સરકારી કામોમા ગોબાચારી બેફામ કરી મલાઇ એકઠી કરવામા માહીર બની ગયેલા અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતને લઇને જેતે ખાતાના કામો આ ત્રણની જોડી જ કરતી હોય છે. યોજનાઓમા જન ભાગીદારીથી લઇ તેની સમિતિની રચના પણ દેખાડા પુરતી કરી દેવામા આવે છે. જેનો નમુનો જોવા મળ્યો છે. નેત્રંગ તાલુકા મથકે આવેલ અને તાલુકાની પ્રથમ નંબરની ગ્રામપંચાયત નેત્રંગની પ્રજાનો પીવાના પાણીનો પ્રશ્રન હાલ કરવા માટે રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના એક પેટા વિભાગ થકી નેત્રંગ ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિની રચના તા. ૩૧-૦૧-૨૦૧૭ મા કરવામા આવી. આ સમિતિમા ગ્રામપંચાયતના સરપંચ, તલાટી,  પંચાયતના ચાર સભ્યો, સહિત ગામના અન્ય ચાર વ્યકિતઓની સરકારની ગાઇડલાઇન મુજબ સમિતિ બનાવવામા આવી.

Advertisement

 આ સમિતિની રચનામા દશાઁવેલા સભ્યોને સરકારની યોજનાની જે સમિતિ બની છે. તેમા તેઓનો સમાવેશથી લઇ યોજનાની કામગીરી શુ છે. તેનાથી બિલકુલ અજાણ હોય છે. ગ્રામ્ય અને સ્વચ્છતા સમિતિની રચના કરીને નેત્રંગ નગરમા રૂપિયા ૩૨,૫૦,૭૪૧/- જલ સે નલ તક યોજના વર્ષ ૨૦૧૭-૧૮ મા અમલમા મુકવામા આવી જેમા દશાવવામા આવેલ કામગીરી મુજબ રાઇઝીંગ મેઇન ૯૦ મી. મી. ની ૧૯૮ મી પીવીસીપાઇપ, પંપીંગ મશીનરી ૫. ૫૦ એચ. પી. સંપ માટે લાલમંટોડી ફળીયા ખાતે ૧ નંગ, રીપેરીંગ સંપ લાલમંટોડી ફળીયા ૫૦.૦૦૦ લી. વિતરણ પાઇપલાઇન ૬૩\૯૦\૧૧૦ મી. મી. ની ૩૫૩૬\૧૭૧૭ ૧૨૧૨મી પીવીસીપાઇપ, નળ કનેક્શન ૯૧૫ નંગ નવા ૮૦૦ જોઇનડીંગ કનેક્શન આમ ઉપરોક્ત કામગીરી બાબતે ટેન્ડરીંગ  બહાર પાડવામા આવેલ જે અધિકારીઓ, પદાધિકારીઓની મીલી ભગત મળતીયા કોન્ટ્રાક્ટર ને કામગીરી કરવા આપવામા આવી હશે તેની જાણકારી કે માહિતી બનાવેલ સભ્યોને પુછવામા આવેતો કોઇપણ પ્રકારની માહિતી આપી શકશે નહિ.

પાંચ વર્ષનો સમય ગાળો પૂર્ણ થયો ગયો ત્યારે માંદ ફેબુઆરી – માર્ચ ૨૦૨૨ ના વર્ષ નવીવસાહત. ભાટા કંપની વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમા જવાબદાર અધિકારીઓની સીધી રહેમનજર હેઠળ પાઇપલાઇન દબાવવાની ઉડાઇથી લઇ ફીટગીંગની કામગીરી તેમજ તકલાદી નળો ફીટ કરી કામગીરીમા નકરી વેઠ ઉતારી છે. જેને લઇને નગરની પ્રજામા રોષ જોવા મળી રહ્યો છે.  તાલુકા મથકની મુખ્ય ગ્રામપંચાયતમા જ સરકારી કામોની આ હાલતને લઇને નગરની પ્રજા વિકાસ કામોમા ચાલતી ગોબાચારી બાબતે વિજીન્સ તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામા આવે તેવુ પ્રજામા ચર્ચાઇ રહ્યુ છે.


Share

Related posts

જૂનાગઢના ગાંઠીલા ગામે ઓઝત નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનોના મોત, 5 વર્ષમાં 18 લોકો ડૂબી જવાથી મોત…

ProudOfGujarat

ભરૂચમાં મુસ્લિમ દીકરીઓના ધર્મ પરિવર્તન અને અપહરણ મામલે અપાયું આવેદન પત્ર, ચાલુ માસમાં જ અનેક ઘટનાઓ બની હોવાના આક્ષેપ

ProudOfGujarat

સુરતનાં રૂંઢ-મગદલ્લારની દવાખાનાની જમીન પર ગામલોકો માટે સુવિધા ઊભી કરવાની માંગણી કરી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!