Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસે સીમચોરીના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી.

Share

ભરુચ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં વણશોધાયેલ વિવિધ ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના વિવિધ પોલીસ મથકોને સુચના આપવામાં આવી છે, તે અંતર્ગત ઉમલ્લા પીએસઆઇ વી.આર.ઠુમ્મરે પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ મથકમાં નોંધાયેલ બે ગુના સંબંધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મહુવાડા ગામના બે ઇસમોએ ચોરી કરીને પોતાના ઘરના વાડાના ભાગે સંતાડી રાખેલ છે.

પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા બન્ને ઇસમો ઘરે હાજર મળી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન ઘરના પાછળના ભાગે ત્રણ મીણીયા થેલા મળી આવ્યા હતા. આ થેલાઓમાં ઇલેક્ટ્રિક વાયરો, ડ્રિપ ઇરીગેશન સિસ્ટમના પીવીસી ફિલ્ટરો તથા વાયરોને સળગાવીને કાઢેલ કોપર તારનું ગુંચળુ મળી આવ્યા હતા. આ ઇસમોની પુછપરછ દરમિયાન સદર મુદ્દામાલ બન્નએ ભેગા મળીને મોટાવાસણા ગામની સીમમાંથી ચોરેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ અશા ગામની સીમમાંથી પાણીની મોટરના કેબલ વાયરો કાપી લાવીને વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખીને થોડાથોડા દિવસે કેબલ વાયરોને સળગાવીને કોપર એલ્યુમિનિયમના તાર કાઢી લઇને ઉમલ્લા ખાતે રહેતા રાજા સોલંકી નામના ઇસમને વેચાણ કરતા હતા. પોલીસે દિલીપભાઇ ઉર્ફે લાલો લક્કડિયાભાઇ વસાવા તેમજ સુરેશભાઇ ઉર્ફે બજરંગી અંબાલાલભાઇ વસાવા બન્ને રહે.ગામ મહુવાડા તા. ઝઘડીયાનાને હસ્તગત કરીને આ ગુનામાં સંડોવાયેલ મનાતા ઉમલ્લાના રાજા સોલંકી નામના ઇસમને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ઝડપાયેલ ઇસમોએ ઉમલ્લા તેમજ નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં નંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલ હોવાની કબુલાત કરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ખાતે 50 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વગર જણાયા.

ProudOfGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં દિલ્હીની ઈનોવા કાર વેચવા આવેલ બે હત્યાનો આરોપી સ્થાનિક લોકોની સમયસૂચકતાને પગલે ઝડપાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!