કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ, ખેડૂત ભાગીદારી પ્રાથમિકતા અમારી અભિયાન હેઠળ ભરૂચ જિલ્લા કક્ષાનો કૃષિ મેળો યોજાયો.
આ કાર્યક્રમમાં કેવીકેના વડા મહેન્દ્રભાઇ પટેલ દ્વારા સર્વે મહેમાનોને આવકાર્યા અને કાર્યક્રમ વિશે માહિતગાર કર્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સૂક્ષ્મ પોષક તત્વો ધરાવતી જાતો વિશે માહીતી ખેડૂત મિત્રોને આપી, તેમજ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા માગૅદશૅન આપ્યું હતુ . આ કૃષિ મેળામાં કૃષિ એને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું ખેડૂતો સાથનો સંવાદનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યુ હતું. આ કૃષિ મેળામા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન માનસિંગભાઇ વસાવા, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુંભાઇ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વંદનભાઇ વસાવા, વર્ષા બેન દેશમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, સરલાબેન, કારોબારી જીલ્લા સભ્ય જિલ્લા ભાજપા, ડૉ. લાલજીભાઇ પ્રજાપતિ, આસિસ્ટન્ટ ડાયરેકટર (આઇ.સી.ડી.પી), ગાંધીનગર, ડૉ. રમીઝ મન્સૂરી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનીક, માંગરોળ, પ્રફુલભાઇ પટેલ, મદદનીશ ખેતી નિયામક, ભરૂચ, રાકેશ કુમાર, ડી.પી.ડી, આત્મા, વિસ્તરણ ખેતી અધિકારી,નેત્રંગ યોગેશ ભાઇ પવાર, બ્રિજેશ ભાઇ પટેલ, ભરૂચ જીલ્લા પ્રમુખ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ. ટી. સેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થીત રહ્યા હતા.