Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં આત્મનિર્ભર કિસાન સંમેલન યોજાયું.

Share

આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં નગર નડીઆદમાં આત્મનિર્ભર કિસાન સંમેલન બ્રહ્માકુમારીઝના વિશાળ ઓડિટોરીઅમમાં યોજાયુ. બ્રહ્માકુમારીઝ તથા કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગના ઉપક્રમે ગામ્ય વિસ્તાર અને કિસાનો સર્વાંગી હીત માટે અનેક વિધ કાર્યક્રમની યોજનાઓ થતી રહેતી હોય છે.

કિસાનોને આત્મનિર્ભર બનાવવા માટે યૌગિક ખેતી અને જૈવિક ખેતીના મહત્વને સ્પષ્ટ કરતાં બ્રહ્માકુમારી તૃપ્તિબેન કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ, નેશનલ કો-ઓર્ડિનેટર જણાવ્યું રાસાયણિક ખાતરોનો વધુવપરાશ શારિરીક સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક ઠર્યા છે. પુનઃ ઋષિ-કૃષિ સંસ્કૃતિનો વિકાસ કરીએ, આપણે નૈસર્ગિક ઉપચારો તરફ વળીએ, યૌગિક પ્રયોગો દ્વારા ઓછા ખર્ચે વધુ પાક કેવી રીતે મેળવી શકાય તેની સુંદર રજુઆત સભામાં બહોળા પ્રમાણમાં ઉપસ્થિત ખેડુત મિત્રને કરી. ભગિની નયનાબેન પટેલે સરકારની આ ક્ષેત્રની કામગીરી વિશે વિવિધ માહિતી આપી. સંસ્થાનો કૃષિ વિભાગ છેલ્લા ૨૫ વર્ષોથી આ ક્ષેત્રની સેવાઓ કેવી રીતે કરી રહી છે તથા તેનાં કેવાં પરિણામો મળ્યાં છે તેની વિસ્તૃત માહિતી રાજેશભાઈએ આપી હતી.આ કાર્યક્રમના અમલીકરણ માટે ખાસ કરીને જે લોકો આ જૈવિક તથા શાશ્વત યૌગિક ખેતી તરફ વળવા માગે જે તેઓના માટે સંસ્થા દ્વારા આગળ ઉપરાંત કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં આ ક્ષેત્રના સફળ લોકોની સક્સેસ સ્ટોરીનું વર્ણન તથા વિવિધ પ્રશ્ન ઉત્તરનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. કાર્યક્રમમાં નયનાબેન પટેલ જીલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ મહિડા પ્રમુખ, તાલુકા પંચાયત ભગિની હેમલબેન પટેલ પ્રમુખ, વસો તાલુકા પંચાયત ભાતા જીતેન્દ્ર સુથાર ડાઈરેક્ટર, આત્મા પ્રોજેક્ટ તન્વીરભાઈ બાગાયતી વિભાગના અધિકારી અપૂર્વ પટેલ એ.પી.એમ.સી. ચેરમેન, નડીઆદ ભગિની સંગિતાબેન નગરપાલિકા પ્રમુખ, ચકલાસી નાબાર્ડના રાજેશભાઈ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં. તાલુકાના સરપંચ ઓ, વિવિધ સંસ્થાઓ તથા વર્ગોના પદાધિકારીઓ તથા દુધ મંડળીના પ્રમુખ, ચેરમેન તથા મોટી સંખ્યા માં ખેડૂતો પણ હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

તાપસી પન્નુ નવરાત્રિ ઉજવવા અમદાવાદ જશે!

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે જન્માષ્ટમી નો કાર્યક્રમ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો.

ProudOfGujarat

વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે ભરૂચ ના મેલેરિયા તત્રં દ્વારા કોઈ ખાસ કાર્યક્રમ ન યોજાયો .મેલેરિયા ક્ષેત્રે ભરૂચ જિલ્લા તત્રં સદંતર નિષ્ફળ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!