Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : કુરાલીથી ગણપતપુરા વચ્ચે ચપ્પુની અણીએ ૧૨ લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી લુંટારા ફરાર.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલીથી ગણપતપુરા જતા રોડ ઉપર મોટર સાઇકલ ઉપર પોતાના મૂળ વતનેથી સોના-ચાંદીના દાગીનાનો ધંધો કરી દાગીના સાથે વડોદરા પરત ફરી રહેલા ચોકસી પિતા-પુત્રને મોટર સાઇકલ ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ આંતરી ચપ્પુની અણીએ તેમની પાસે રહેલા 18 તોલા જેટલા  સોનાના દાગીના અને છ કિલો જેટલા ચાંદીના દાગીના મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 12 લાખની સનસનાટી ભરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયાની ઘટનાથી કરજણ પંથકમાં સોંપો પડી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર વડોદરા માંજલપુર વિશ્વામિત્રી રોડ ઉપર આવેલ લક્ષ્મી ડુપ્લેક્ષમાં રહેતાં અને સોના-ચાંદીના દાગીના વેચવાનો ધંધો કરતાં ફરિયાદી ગાંધી ઉપેશભાઈ મુળજીભાઈ ( મૂળ રહે. પાણેથા તા. ઝઘડિયા )નાઓની વડોદરા અલવા નાકા પાસે આરના જવેલર્સ નામનીની દુકાન આવેલી છે. જ્યાં સોમ થી શનિવાર સુધી દાગીના વેચવાનો ધંધો કરે છે. જ્યારે દર રવિવારના રોજ મોટર સાઈકલ મારફતે વડોદરાથી દાગીના લઈ જઈ પિતા- પુત્ર બંને પોતાના મૂળ નિવાસ્થાન પાણેથા ખાતે પોતાના મકાન ઉપર બનાવેલ દુકાનમાં ધંધો કરે છે. અને ત્યાં આખો દિવસ ધંધો પતાવી રાત્રીના પાછા વડોદરા આવી જતાં હોવાનું કહેવાય છે. નિત્યક્રમ મુજબ ઉપેશભાઈ ગાંધી અને તેમના પિતા મુળજીભાઈ બંને એક થેલામાં સોના-ચાંદીના દાગીના ભરી મોટર સાઇકલ લઈ તા. 24 ના રોજ વહેલી સવારે પાણેથા ગયા હતા. ત્યાંથી આખો દિવસ ધંધો કરી દાગીના સાથે સાંજના પાંચેક વાગ્યાના સુમારે પરત વડોદરા આવવા નીકળ્યા હતા. સાથે સાથે રસ્તામાં જુદા જુદા ગામના ગ્રાહકોની ઉઘરાણી બાકી હોય તે પણ નિપટાવી વડોદરા તરફ ઘરે પાછા આવી રહ્યા હતા. તે દરમિયાન રાતના પોણા દશેક વાગ્યે કરજણ તાલુકાના કુરાલીથી ગણપતપુરા વાળા રોડ ઉપર  જઈ રહ્યા હતા. ત્યારે કુરાલી તરફથી એક મોટર સાઈકલ લઈને આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ ઉપેશભાઈ ગાંધીની મોટર સાઈકલની ઓવરટેક કરી જોરથી બુમ પાડી તેમની મોટર સાઈકલ થોભવા કહ્યું હતું. 

Advertisement

જે જોતાં ઉપેશભાઈએ પોતાની મોટરસઈકલ પાછી વળાવી હતી. તેમ છતાં ફરી તેમની ઓવરટેક કરી મોટરસાઈકલ ઉભી રખાવી એક ઈસમે ચપ્પુ બતાવી તમારી પાસે જે કંઈ હોય તે આપી દો તેવી માંગણી કરતા ડરી ગયેલા અને સાથે રહેલા પોતાના પિતાનો જીવ ગુમાવવાના ભયથી પિતા-પુત્રએ પોતાની પાસે રહેલા સોના-ચાંદીના ભરેલી થેલી આપી દીધી હતી. જે લઈ ત્રણેવ ઈસમો મોટર સાઇકલ ઉપર કુરાલી ગામ તરફ ભાગી છૂટ્યા હતાં. જેની જાણ કરજણ પીલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હોવાનું ફરિયાદી જણાવે છે. કરજણ પોલીસે સોના- ચાંદીના જુદા જુદા દાગીના મળી કુલ 18 તોલા સોનુ અને છ કિલો ચાંદી મળી રૂ.12 લાખના મુદામાલની લૂંટ થઈ બાબતની ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

સુરતમાં OLX પર છેતરપીંડી કરનારને ઝડપી પાડતી ઉમરા પોલીસ.

ProudOfGujarat

ભરૂચ-નગર પાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા દબાણને લઇ શહેરમાં મેગા ડ્રાઇવ-દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

मिलिंद सोमन ‘पौरशपुर’ में तीसरे लिंग का चित्रण करेंगे!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!