Proud of Gujarat
FeaturedGujaratINDIA

SBI બેન્કની ભરતીમાં ગેરરીતિના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા એ કેન્દ્રીય મંત્રીને પાઠવ્યો પત્ર.

Share

ફાયર બ્રાન્ડ ભાજપાના વરિષ્ઠ નેતા અને ગુજરાત ભાજપનાં સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વધુ એક લેટર બોમ્બ ફોડીને ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.

એમણે દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખી સીધે સીધો એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ સર્કલમાં ભરતી  કૌભાંડ થયું છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઉમેદવારને રાજ્યની સ્થાનિક ભાષામાં જ્ઞાન હોય એ જ અરજી કરી શકે એવું સ્પષ્ટ જણાવ્યું હોવા છતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ વર્તુળ (ગુજરાત)માં જુનિયર એસોસિએટ્સ (ક્લાર્ક) ની ભરતીમાં સ્થાનિક ભાષા જાણતા ન હોય તેવા ઉમેદવારોની પસંદગી થઈ છે.

Advertisement

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ બેંકના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી જુનિયર એસોસિયેટ (ક્લાર્ક)ની જગ્યાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જે તે રાજ્ય માટે અરજદાર ઉમેદવાર તે રાજ્યની સ્થાનિક ભાષામાં “નિપૂણ” હોવી જોઈએ એવું જાહેરાતમાં જણાવાયું હતું.જો ઉમેદવાર સ્થાનિક ભાષાની પરીક્ષામાં નાપાસ થશે, તો તેને બેંકમાં નિમણૂક માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ સર્કલ (ગુજરાત)માં તાજેતરમાં પસંદ કરાયેલા 660 ઉમેદવારોમાંથી માત્ર 15 થી 20 ટકા જ ગુજરાત રાજ્યના અને બાકીના 80 થી 85 ટકા અન્ય રાજ્યોના છે જેમને સ્થાનિક ભાષાનું કોઈ જ્ઞાન નથી.આ એક દેખીતી રીતે ભરતી કૌભાંડ હોવાનું તેમણે જણાવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચમાં કોરોનાનાં કેસો સતત વધતા તંત્રની ચિંતા વધી, કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 504 પર પહોંચ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી એસ.ટી. ડેપોમાં ગંદકીના સામ્રાજ્યથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ-મિપ્કો ચોકડી પાસે જી.આઇ.ડી.સી ના જર્જરિત કવાટર્સના મકાનો તોડવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!