બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ,અને સુરતમાં જીપ્સમનો વેપાર કરતા અપૂર્વ શાહને છેલ્લા નવ માસથી મિત્ર બનેલ ભીમસિંગ ઉર્ફે ભીમા દ્વારા વડોદરા ખાતે સારી ક્વોલિટીનું જીપ્સમ અપાવવા લઈ જવાની વાત કરી અપુર્વને મુંબઈથી ભરૂચ બોલાવી તેના સાગરિત સાથે નર્મદા ચોકડીથી બેસી જઈ વડોદરા તરફ જવા નીકળ્યો હતો, તે દરમિયાન જ પોર નજીક જંગલ ઝાડીવાળા વિસ્તારમાં અપુર્વ શાહનું ભીમા એન્ડ ગેંગના સભ્યોએ બંદૂક પેટ પર મૂકી અપહરણ કરી લીધો હતો.
જે બાદ ભીમા અને ગેંગના સભ્યોએ હવામાં ફાયરીંગ કરી અપુર્વ અને તેના પરિવારને જાનથી મારવાની ધમકીઓ આપી તેણે પહેરેલા સોનાની વસ્તુઓની લૂંટ કરી તેની પાસે તેના અન્ય વેપારી મિત્રોને ફોન કરાવી તેને રૂપિયાની જરુર છે તેમ જણાવી ભીમા ગેંગના માણસો એ અલગ-અલગ સ્થળે જઇ લાખો રૂપિયા લઈ લીધા હતા જે બાદ તેઓ પોર પાસેની જગ્યા પર પરત આવી અપુર્વને કપડા વડે તેની જ ગાડીમાં બાંધી દઈ ૧૫ લાખ ઉપરાંતની મત્તાની સનસનાટી ભરી લૂંટ કરી ફરાર થતા આખરે મામલા અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે વેપારી અપુર્વ શાહ એ ફરીયાદ આપતા પોલીસે અપહરણ, લૂંટ સહિતની કલમો લગાવી ભીમા ગેંગ સામે ગુનો દાખલ કર્યો હતો.
જે બાદ ગણતરીના જ દિવસોમાં પોલીસે લૂંટની ઘટનાને અંજામ આપનાર ભીમસિંગ સોરેન ઉર્ફે ભીમો માનસિંગ ચોરાન રહે,શિવાની જીલ્લો, ભિવાની(હરિયાણા) ને રાજસ્થાનના ચુરૂ ખાતેથી ઝડપી પાડી લૂંટની ઘટનાને અંજામ આપનાર અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ