વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત વલ્લભ દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી રણછોડરાયજી મહારાજનો 192 મો પાટોત્સવ મેતપુરના અ.ની. મંગલદાસ છગનભાઈ મૂખી તથા અ.ની. ગંગાબેન મંગલદાસ મૂખી હસ્તે અરવિંદભાઇ હસમુખભાઈ તથા ઘનશ્યામભાઈ મુખી પરિવાર હસ્તે યોજાયો હતો.
આ પ્રસંગે ગોવિંદભાઈ ઠક્કર તારાપુર ઝીંઝુવાડીયા જ્વેલર્સના વિનુભાઈ, ડો હર્ષદભાઈ, મહેન્દ્રભાઈ, શાંતિલાલ, ડો પુર્વીબેન દેવાંગભાઈ સુરત તરફથી એક એક હાર અર્પણ કરવામાં આવ્યા હતા. શનિવારે સવારે મંગળા આરતી બાદ સવારે છ વાગ્યે મંદિરના પુરોહિત ધીરેનભાઈ ભટ્ટએ મંત્રોચાર સાથે અભિષેક વિધિનો પ્રારંભ કરાવ્યો હતો હા અભિષેક વિધિમાં અરવિંદભાઈ હસમુખભાઈ તથા ઘનશ્યામભાઈ મુખી પુજામાં બેઠા હતા દરમ્યાન આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા પૂ. મોટા લાલજી સૌરભપ્રસાદજી મહારાજ એ શ્રી રણછોડરાયજી મહારાજ તથા મંદિરમાં બિરાજતા દેવોને પંચામૃત તથા કેસર જલથી અભિષેક કર્યો હતો. આ પ્રસંગે સંપ્રદાયના સંતો મહંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તોએ અભિષેક દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ૭ : ૩૦ વાગે અભિષેક આરતી બાદ મંદિરના સભામંડપમાં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સત્સંગ સભા યોજાઈ હતી જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી પૂ.ગોવિંદ સ્વામી ( મેતપુર વાલા ) સત્યપ્રકાશ સ્વામી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. નૌતમ સ્વામીએ શ્રી રણછોડરાયજી મહારાજનો મહિમા વર્ણવ્યો હતો. સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીની ટેક અને ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન શ્રી રણછોડરાય ગોમતીજી સાથે વડતાલ પધાર્યા હતા અને સાક્ષાત મંદિરમાં પ્રતિષ્ઠિત થયા હતા. હાલ દૈવિક અવસરને ૧૯૨ વર્ષ પૂર્ણ થયા છે ભગવાન તો ભક્તની ભાવનાના ભૂખ્યા છે પોતાનો ભક્ત જ્યાં રહે ત્યાં જઈને ભગવાન વસે છે. વડતાલ મંદિરમાં ભગવાન શ્રી રણછોડરાયની મૂર્તિની પ્રતિષ્ઠા પ.પૂ. આચાર્ય રઘુવીરજી મહારાજના હસ્તે સંવત ૧૮૮૬ ના ચૈત્ર વદ ૭ ના રોજ થઈ હતી. આ મૂર્તિ રાજસ્થાનના ડુંગરપુરથી લાવવામાં આવી હતી. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે યજમાન પરિવારને આશીવચન પાઠવ્યા હતા અને તેઓની શ્રી રણછોડરાયજી મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ભેટ આપી હતી ત્યારબાદ સવારે ૧૧:૦૦ દેવોની અન્નકૂટ આરતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ઉતારી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ