કોરોના કાળના સમયે તમામ પ્રકારના મેળા, મેળાવડા, તેમજ પ્રસંગો થંભી ગયા હતા ત્યારે હાલ કોરોના થંભ્યો છે ત્યારે લોકો બે વર્ષની કેદની બહાર નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે જ્યારે ચૈત્ર માસ અને સાતમ હોય ત્યારે આજના દિવસનુ લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ સાતમનુ ખુબ જ મહત્વ છે ત્યારે લોકો આજના દિવસે ચુલો નથી સળગાવતા અને ઠંડો રાંધેલો ખોરાક ખાય છે.
આજના દિવસે લીંબડી હાઇવે પર આવેલ છાલીયા તળાવે શિતળા સાતમનો મેળો ભરાય છે ત્યારે છેલ્લા બે વર્ષથી આ મેળો કોરોનાને કારણે ભરાયો ન હતો ત્યારે આજે આ મેળો ભરાતા લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો આ મંદિરે દર્શન કરવા અને મેળાની મજા માણવા ઉમટી પડ્યા હતા ત્યારે મેળામાં નાનાં બાળકો માટે અલગ અલગ પ્રકારની રાઇડસ, ખાણીપીણીની લારીઓ તેમજ રમકડાં સહિતની અન્ય ઘર વપરાશની વસ્તુઓ વેપારીઓ દ્વારા વેચાણ કરતા જોવા મળ્યા હતા અને લોકોએ મેળાની મજા માણી હતી ત્યારે કોઈ અઈચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ પોઈન્ટ પણ મુકવામાં આવ્યા હતાં.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડીના છાલીયા તળાવે શિતળા સાતમનો મેળો ભરાતા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટયા.
Advertisement