મૂળ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સ્નેહદીપ સોસાયટીના રહીશ અને હાલ મુંબઈના બોરીવલી અનુરાધા એપાર્ટમેન્ટમાં રહેતા અપુર્વભાઈ ભરતભાઈ શાહ ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં અને સુરત ખાતે મહાવીર મિનરલ્સ નામની ફેક્ટરી ધરાવે છે, સાથે તેઓ ફોસ્ફો જીપ્સમ અને મરીન જીપ્સમ બનાવી તેનો વેપાર કરે છે, ધંધાકીય વ્યવહારમા દલાલ તરીકે સંપર્કમાં આવેલ ભીમસિંગ ઉર્ફે ભીમો નામક વ્યક્તિ વેપારી અપૂર્વને અવારનવાર કોલ કરી જીપ્સમ આપવાની વાતો કરતો હતો, ગત તારીખ ૧૩/૦૪/૨૦૨૨ ના રોજ ભીમાની વાતોમાં આવી જઈ અપૂર્વ મુંબઈથી નીકળી ભરૂચ આવ્યો હતો, જ્યાં વડોદરા જવા માટે ભીમા અને તેનો સાગરિત ઉભો હતો, અપૂર્વની ક્રેતા કારમાં ભીમા અને તેનો સાગરિત નર્મદા ચોકડીથી બેસી ગયા હતા અને વડોદરા જીપ્સમ જોવા માટે જઈ રહ્યા હતા.
વડોદરા તાલુકાના કરજણ ટોલ ટેક્સ નજીક અપુર્વ બાથરૂમ કરવા ઉતર્યો હતો જે બાદ તેઓ પરત આવતા ભીમા એ અપુર્વ પાસે ગાડી ચલાવવા માંગી હતી જે બાદ અપુર્વ ભીમાની બાજુની શીટ પર બેસી જઈ ગાડી પોર હાઇવે રોડ પર પહોંચી હતી જે દરમિયાન ભીમા એ ગાડી ધીમી પાડતા તેઓની આગળના ભાગે એક ઇનોવા કાર ઉભી થઈ ગઈ હતી જેમાંથી ચાર પૈકી બે ઈસમો અપુર્વની ગાડી પાસે આવી ઉભા થઇ ગયા હતા તેમજ અપુર્વ શાહની કારને પોર નજીકના જંગલ ઝાડીવાળા વિસ્તારમાં લઈ જઈ તેને મારમારી કારમાં બેસેલ ભીમાના અન્ય સાગરીતે અપુર્વને પેટના ભાગે બંદૂક તાકી દઈ સાથે જ હવામાં ફાયરીંગ કરી જોયું કેવો ધમાકો થાય છે તેમ જણાવી અપુર્વને અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
લૂંટારું ગેંગના ટોર્ચર વચ્ચે વેપારી અપુર્વ શાહ પાસેથી ગેંગના સાગરિતોએ રોકડ રકમ સહિત તેણે પહેરેલ સોનાની ચેઇન, ડાયમંડવાળી અંગુથી સહીતની વસ્તુઓની લૂંટ કરી અપુર્વને બંધક બનાવી રાખી ભીમા અને તેના સાગરિતોએ કારમાં જ દારૂ અને સિગારેટ પી અપુર્વ ઉપર ટોર્ચર શરૂ કરી ભરૂચ તેમજ પાનોલી સહિત તેના મિત્રોને ફોન કોલ કરાવી તેને રૂપિયાની જરૂર છે તેમ જણાવી પાંચ લાખ તેમજ સાત લાખ જેવી રકમો લેવા માટે વેપારીઓ પાસે ભીમા એ તેના સાગરીતોને મોકલ્યા હતા જે બાદ રાત્રીના સમયે ભીમા સહિત ગેંગના માણસો એ અપુર્વને કપડા વડે બાંધી દઈ કુલ ૧૫ લાખ ૪૮ હજારની મત્તા બંદૂકની અણીએ મોબાઈલ ફોન લઈ પરિવારના સભ્યોના ફોટો બતાડી અને પોલીસ ફરિયાદ કરી તો તમામને મારી નાંખીશું તેવી ધાક ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
કારમાં જ કપડા વડે બંધક બનેલ અપુર્વ શાહ અડધા કલાકની મહામહેનતે કપડુ તેના શરીર પરથી કાઢી ને છૂટ્યો હતો અને બાદમાં રાત્રીના સમયે તેના આવી આખી રાત ભયના ઓઠા હેઠળ રહી સવારે તેના પરિવારના સભ્યોને મુંબઈ ખાતે જાણ કરતા તેઓના પિતા ભરૂચ ખાતે આવતા તેઓને ઘટના અંગે માહિતગાર કર્યા બાદ સગા સંબંધીઓએ હિંમત આપતા આખરે મામલે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અપુર્વ શાહની ફરિયાદ લઈ ભીમસિંગ ઉર્ફે ભીમા સહિત તેના સાગરિતો વિરૂદ્ધ લૂંટ, અપહરણ, ખંડણી જેવી બાબતો અંગેની નોંધ લઈ ફરિયાદ દાખલ કરી ફરાર થયેલ લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
હારુન પટેલ : ભરૂચ