Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના કદવાલી અને ચોકી ગામ વચ્ચે બાઇક સવાર ઇસમોએ ટ્રક ચાલકને માર માર્યો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા આકાશભાઈ મુખ્ત્યારભાઈ શેખ છેલ્લા બે વર્ષથી એક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગતરોજ મોડી રાત્રે આકાશ ટ્રક લઈને રાત્રિના અઢી વાગ્યાના અરસામાં કદવાલી ગામ પાછળ થઈને કાચા રસ્તા ઉપરથી ચોકી ગામ તરફ જતો હતો. કદવાલી અને ચોકી ગામ વચ્ચે બે અજાણ્યા ઇસમો બાઈક ઉપર જતા હતા તેમણે ટ્રક ચાલકને ઊભા રહેવા માટે ઇશારો કર્યો હતો, જેથી ટ્રકચાલક આકાશે તેની ટ્રક ઊભી રાખી હતી. બાઈક સવારોએ ટ્રક ચાલકને કહ્યું હતુ કે તને અમારી બાઈક દેખાતી નથી તો અમને ઓવરટેક કરે છે ? તેમ કહી તે બંને જણાએ ટ્રક ડ્રાઇવરને ટ્રકમાંથી ખેંચી નીચે પાડી દીધો હતો અને ઢીકાપાટુનો માર મારી દંડા વડે સપાટા માર્યા હતા. ઇજાગ્રસ્ત ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને ભાગવા લાગ્યો હતો ત્યારે બંને બાઈક સવારોએ ધમકી આપી હતી કે હવે પછી કોઈ બાઇકવાળાને ઓવરટેક કરી આગળ નીકળીશ તો જાનથી મારી નાખીશું, તેમ કહીને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત ટ્રકચાલક આકાશ નજીકમાં આવેલ કવોરી પર ગયો હતો જ્યાં બે માણસો હાજર હતા તેમણે ટ્રકચાલકના સગાવહાલાને ફોન કરી બોલાવ્યા હતા, તેઓ આવતા ટ્રક ચાલક આકાશને અવિધા સરકારી દવાખાને લઈ ગયા હતા, ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આ ઘટના બાબતે આકાશ મુખ્ત્યાર શેખે બે અજાણ્યા બાઇક ચાલકો વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

વિધાનસભા ચૂંટણીઓ પહેલા સ્ટાર પ્રચારકોના ઓક્ટોબરથી ગુજરાતમાં ધામા, વિવિધ રાજકીય પક્ષો લાગ્યા તૈયારીઓમાં.

ProudOfGujarat

લવ જેહાદનો કાયદો પાસ થયા બાદ વડોદરા ખાતે પ્રથમ ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

રાજપીપળા નજીક આંબલી ગામે પિક-અપ ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!