રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરવામાં આવી હતી. આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલવાળી કેસરી ટોપીનું ચલણ વધ્યું છે.
આ અગાઉ ગાંધીજીની સફેદ ટોપી પહેરવામાં આવતી હતી જે હવે વિસરાઈ ગઈ છે. ખાદી એમ્પોરિયમ દ્વારા કેસરિયા ટોપી તૈયાર કરી દેશને આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યો છે. પ્રારંભિક તબક્કે ખાદી એમ્પોરિયમ દ્વારા બહેનો દ્વારા ૨૦૦ ટોપી તૈયાર કરાવાઇ છે. શહેરના આનંદપુરા ખાતે ગામ વિકાસ સંઘ – ખાદી એમ્પોરિયમ દ્વારા ખાદીમાંથી તૈયાર કરાવાયેલી મોદી ટોપી રૂ.૬૫ ના ભાવે વેચવાનું શરૂ કરાયું છે. થોડા સમય પહેલાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેસરી કલરની ખાદીની સિમ્બોલવાળી ટોપી પહેરી હતી જેમાંથી પ્રેરણા લઈને હાથ વણાટનું કામ કરતી બહેનો એ 200 ટોપી તૈયાર કરી છે. સિમ્બોલવાળી ટોપી હાલના સમયમાં વધુને વધુ દેશ-વિદેશમાં પ્રચલિત બની છે. ખાદી એમ્પોરિયમના પ્રતાપસિંહ ઓમકારનાથ ચૌહાણ આ વિશે જણાવે છે કે દેશમાં સર્વપ્રથમ વખત વડોદરામાં કેસરી રંગની ખાદીમાંથી ખાસ પ્રકારની મોદી ટોપી તૈયાર કરાવાઇ છે. આ તકે રાજ્યના મુખ્યમંત્રી મહેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે વિશ્વભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બોલબાલા છે જેના કારણે ભાજપાના સિમ્બોલ વાડી મોદીની ટોપીઓ વિદેશમાં પણ નિકાસ થશે જેથી ગુજરાતના કારીગરોને રોજગારી મળી રહેશે.
વડોદરાના આનંદપુરા ખાતે ગામ વિકાસ સંઘ – ખાદી એમ્પોરિયમ દ્વારા ખાદીમાંથી ૨૦૦ કેસરિયા ટોપી તૈયાર કરી.
Advertisement