Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાનાં જૂના પાદરા રોડ વેક્સિન ગ્રાઉન્ડમાં વેક્સિન રિસર્ચ સેન્ટર બનાવવા માટે ધારાસભ્ય સીમાબેન મોહિલેની કેન્દ્ર સમક્ષ રજૂઆત.

Share

આજથી વીસ વર્ષ પહેલા વડોદરા શહેરના જૂના પાદરા રોડ વેક્સિન ગ્રાઉન્ડમાં બકરાના ભેજામાંથી અને સાપના ઝેરમાંથી હડકવા વિરોધી અને ઝેરના મારણનીની રસી બનાવવામાં આવતી હતી. જે બિલ્ડીંગમાં વેક્સિન બનાવવામાં આવતી હતી તે બિલ્ડીંગ ખાતે વેક્સિન રિસર્ચ સેન્ટર બનાવવા માટે અકોટા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સીમાબેન મોહિલેએ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોમાં પત્ર લખીને માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરાના જુના પાદરા રોડ ઉપર હાલ વેક્સિન ગ્રાઉન્ડ તરીકે ઓળખાતા ગ્રાઉન્ડમાં બકરાના ભેજામાંથી હડકવા વિરોધી રસી અને સાપના ઝેરમાંથી ઝેરના મારણની રસી બનતી હોવાથી આ ગ્રાઉન્ડને વેક્સીન ગ્રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આજથી વીસ વર્ષ પહેલા વધારે વેક્સીન ઇન્સ્ટિટયૂટ ખાતે બકરાના ભેજામાંથી હડકવા વિરોધી રસી અને સાપના ઝેરમાંથી ઝેરના મરણની વેક્સીન બનાવવામાં આવતી હતી. જેમાં બકરાના ભેજામાંથી બનાવવામાં આવતી હડકવા વિરોધી રસી સમગ્ર દેશમાં વડોદરા ખાતેથી સપ્લાય થતી હતી. હડકવા વિરોધી રસી બકરાના ભેજામાંથી બનાવવામાં આવતી હોવાથી જીવદયા પ્રેમી અને સાંસદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતો હતો. અને લાંબી લડત બાદ વડોદરામાં જે બકરાનાં ભેજામાંથી રસી બનાવવામાં આવતી હતી તે વેક્સિન બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં જે હડકવા વિરોધી રસી બની રહી છે તે કેમિકલયુક્ત રસી બની રહી છે અને અને તે હડકવા ન લાગે તે માટે આપવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બકરાના ભેજામાંથી જે વેક્સિન હડકવા વિરોધી બનાવવામાં આવતી હતી તે સમયે કૂતરું કરડ્યા બાદ હડકવા ન થાય તે માટે 14 ઇન્જેક્શન લેવા પડતા હતા. જ્યારે હવે જે હડકવા વિરોધી રસી આપવામાં આવે છે તેમાં વધુમાં વધુ પાંચ ઈન્જેક્શનનો કોર્ષ કરવામાં આવે છે. જે રસી સરકારી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ આપવામાં આવે છે.

વડોદરાના અકોટા વિધાનસભા મતવિસ્તારના મહિલા ધારાસભ્ય સીમાબેન મોહિલે જણાવ્યું હતું કે વડોદરામાં જુના પાદરા રોડ વેક્સિન ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે તે ગ્રાઉન્ડમાં બકરાના ભેજામાંથી હડકવા વિરોધી રસી અને સાપમાંથી સાપના ઝેરમાંથી ઝેરના મરણની રસી બનાવવામાં આવતી હતી. જેના કારણે આજે આ ગ્રાઉન્ડ વધારે કસીન ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવામાં આવે છે. જે બિલ્ડીંગમાં વેક્સિન બનતી હતી તે બિલ્ડીંગ હાલ ખંડેર હાલતમાં થઈ ગયું છે. જ્યાં સરકાર દ્વારા વેક્સિન રિસર્ચ સેન્ટર બનાવવામાં આવે તે માટે મેં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોમાં પત્ર લખીને માગણી કરી છે. અગાઉ કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને પત્ર લખીને વડોદરાના vaccine ઇન્સ્ટિટયૂટ ખાતે રિસર્ચ સેન્ટર બનાવવામાં આવે તેવી માગણી કરતો પત્ર લખ્યો હતો.

પત્રમાં એમ જણાવ્યું છે કે વડોદરા સહિત દેશના યુવાનો વડોદરા વિવિધ ક્ષેત્રે રિસર્ચ કરી રહ્યા છે. તેવા વિદ્યાર્થીઓ આ રિસર્ચ સેન્ટરમાં રીસર્ચ કરી શકે તે માટે ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવે તો ઉપયોગી બને તેમ છે. ધારાસભ્ય સીમાબેન મોહિલે વધુમાં જણાવ્યું હતું કે વડોદરામાં જે બકરાના ભેજામાંથી હડકવા વિરોધી રસી અને સાપના ઝેરમાંથી ઝેરના મારણની જે વેક્સીન બનતી હતી તે વેક્સીન વર્ષ 2005 પૂર્વે બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે. જે બિલ્ડીંગમાં વચ્ચે ક્સીન બનતી હતી તે બિલ્ડીંગ ખંડેર હાલતમાં થઈ ગયું છે. ત્યારે તેનો વેક્સીન રિસર્ચ સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે તો આ બિલ્ડીંગ દેશના વૈજ્ઞાનિકો માટે ઉપયોગી નીવડે તેમ છે.

Advertisement

Share

Related posts

મેહુલીયો રંગમાં : ભરૂચ જિલ્લામાં રાત્રે વરસાદની તોફાની બેટિંગ, વીજળીના ચમકારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી…!!

ProudOfGujarat

“આપું વાલા સય” સમજી મત ન આપતા:એહમદ પટેલે કોને કટાક્ષમાં કહ્યું,જુઓ વિડીયો.

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં પ્રદુષિત પાણીનો ગેરકાયદેસરની પાઈપ દ્વારા નિકાલનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!