Proud of Gujarat
INDIAFeaturedGujarat

નંદેલાવ ખાતે ભરૂચ તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળો યોજાયો.

Share

ગુજરાતભરમાં તા.૧૮ મી થી ૨૨ એપ્રિલ દરમિયાન દરેક તાલુકા સ્થળે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર નંદેલાવ ખાતે ભરૂચ તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળો નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ રોટરી કલબ ભરૂચ દ્વારા કુપોષિત બાળકોને ન્યુટ્રીશીયનની કીટ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા આરોગ્યતંત્રની પ્રસંશનીય કામગીરીને લીધે આજે જિલ્લાના ગામડાના છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓનું ફલક પહોંચી ચૂક્યું છે આજે બ્લોક હેલ્થ મેળામાં કુલ ૧૨ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ આઈડી પણ જનરેટ કરવામાં આવશે ઉપરાંત રોટરીકલબ ભરૂચ દ્વારા ૩૦૦ જેટલાં બાળકોને ન્યુટ્રીશીયન કીટ પણ આપવામાં આવનાર છે જે પ્રસંશનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, છેવાડાના માનવી સુધી આરોગ્યની સુવિધા પહોંચે તે માટે કેન્દ્ર – રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાની સાથે તેમણે આરોગ્ય વિષયક અનેકવિધ યોજનાઓની માહિતી આપી જેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં આરોગ્ય મેળાઓ ગ્રામ્ય વિસ્તાર માટે ઘણા ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરાએ બ્લોક હેલ્થ મેળાનો હેતુ સમજાવ્યો હતો. આ આરોગ્ય મેળા અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સ્ટોલ જેમ કે, બાળરોગ, સ્ત્રી રોગ, આંખ રોગ, કાન રોગ, દંત રોગ, ડાયાબીટીસ, બ્લડપ્રેસર, કેન્સર, જનરલ ઓ.પી.ડી., કોવિડ તથા રસીકરણ તેમજ આયુર્વેદિક/હોમિયોપેથીક સારવાર વગેરેનું નિષ્ણાંત ડૉક્ટર દ્વારા વિનામૂલ્યે તપાસ અને દવા વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત કિશોરીઓને લેબ ટેસ્ટ બાદ એનેમિક કિશોરીને સ્થળ પર જ વિનામૂલ્યે તપાસ અને દવા વિતરણ કરવામાં આવેલ. આયુષ્યમાન ભારત કાર્ડ તથા હેલ્થ કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ, નવા કાર્ડ બનાવવા, રીન્યુ કરવા તેમજ લોકોના આરોગ્યની સુખાકારી માટે બિનચેપી રોગો અને સંક્રામક રોગોની પ્રાથમિક તપાસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી જીવવા માટે રોજીંદા જીવનની જીવનશૈલી કેવી હોવી જોઈએ તે અંગેની જાણકારી પુરી પાડવામાં આવી હતી.

નંદેલાવ ખાતેના આરોગ્ય મેળામાં તાલુકા પંચાયતના પ્રમુખ મોનાબેન, સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ડેપ્યુટી સરપંચ પ્રકાશભાઈ મેકવાન, મામલતદાર રોશનીબેન, તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ, રોટરી કલબ ભરૂચના પ્રમુખ ડૉ. વિક્રમ, તાલુકા હેલ્થ અધિકારી ડૉ. સુનિલ, તાલુકા પંચાયતના સભ્યો, નંદેલાવ ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં નિર્ભિકપણે-ઉત્સાહભેર ભાગ લઇ અગાઉ કરેલા વિક્રમી મતદાનની જેમ મહત્તમ મતદાન કરવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે.પટેલની મતદાતાઓને અપીલ.

ProudOfGujarat

કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો થતાં અષાઢી બીજથી ખુલશે અક્ષરધામ મંદિરના દ્વાર…

ProudOfGujarat

નર્મદા જિલ્લાની 5 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:સાગબારામાં ભાજપના ટેકથી કોંગ્રેસનું શાસન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!