પ્રધાનમંત્રી દાહોદમાં કાર્યક્રમ હોય જેમાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા, તેઓ દિલ્હી માટે રવાના થાય તે પહેલાં વડોદરા પ્લેટફોર્મ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે દાહોદમાં રૂપિયા ૨૦,૦૦૦ કરોડના ખર્ચે બનનાર 9000 હોર્સપાવરના લોકોમોટિવ બનાવતી ફેકટરીના ફક્ત દેશમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં સપ્લાય થશે.
તેમજ રેલ મંત્રીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે પત્રકારો સમક્ષ માહિતી આપી હતી જણાવ્યું હતું કે ગુજરાતમાં 95 ટકા અને મહારાષ્ટ્રમાં ૬૮ ટકા જેટલું જમીન અધિગ્રહણનું કામ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પૂર્ણ કરવામાં આવ્યું છે તેમજ ગતિશક્તિ યુનિવર્સિટીનું સપનું પણ આગામી સમયમાં સાકાર થશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે વર્ઝન 1 વર્ષ 2019 માં રજુ થઇ ચૂક્યું છે ત્યારે વર્ષ 2022 માં વર્ઝન 2 રજૂ થવા જઈ રહ્યું છે. ટ્રેનના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નવા વર્ઝનમાં અનેક ફેરફારો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં મુસાફરો સુખદાયી રીતે પ્રવાસ કરી શકે તેવો આશય કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયનું રહ્યો છે જેમાં હાલમાં મુંબઈ અને ગુજરાતમાં આ પ્રોજેક્ટ આગામી સમયમાં લોન્ચ કરવામાં આવશે.
રેલ મંત્રીએ વડોદરા પલેટફોર્મ પર પત્રકારો સાથે મહત્વના મુદ્દે ચર્ચા કરી.
Advertisement