વાદળછાયા વાતાવરણ જોવા મળતાં નગરજનોને થોડા ઘણાં અંશે ગરમીથી રાહત મળી છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. ઊંચે આકાશમાં એકાએક વાદળો છવાઇ જતા બપોર પછી સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી પ્રખર બનેલા સૂર્યદેવ આજે વાદળોમાં ઢંકાઈ જતા તાપમાનમાં થોડા ઘણાં અંશે ઘટાડો નોંધાયો છે. જેના કારણે નગરજનોને ગરમીથી રાહત મળી છે. જોકે આ પલટાયેલા વાતાવરણે ખેડૂતવર્ગને ચિંતામાં મુકી દીધો છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement