Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાઘોડિયા અને પાદરામાં આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો.

Share

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ અન્વયે નિયામક આયુષના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરા દ્વારા કુમાર શાળા વાઘોડિયા અને પાદરા ખાતે નિશુલ્ક આયુષ મેગા નિદાન- સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  હોવાનું જિલ્લા આર્યુવેદ અધિકારી ડો.સુધીર જોશીએ જણાવ્યું હતું.

આયુષ મેગા નિદાન સારવાર કેમ્પનો વાઘોડિયામાં ૧૩૮૯ અને પાદરામાં ૨૦૧૭ સહિત કુલ ૩૪૦૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આયુર્વેદ, હોમિયોપેથીક, દંત રોગ અગ્નિકર્મ, પ્રતિમર્ષ નસય,ધુમ નસય,પ્રકૃતિ પરીક્ષણ ઉકાળા વિતરણ, હોમિયોપેથી પ્રિવેન્ટિવ ડોઝ, યોગ નિદર્શન, આયુષ પ્રદર્શનનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ કેમ્પમાં નિષ્ણાત વૈધોએ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં આરોગ્ય સમિતિ ચેરમેન નીલેશભાઈ પુરાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શાંતિભાઈ રબારી, સરપંચ લક્ષ્મીબેન વગેરે અગ્રણીઓએ હાજરી આપી હતી.


Share

Related posts

નર્મદાના લગ્ન લગ્ન સમારંભો ને કોરોના નું ગ્રહણ નડ્યું ..!

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે ભાજપનાં નવા જીલ્લા પ્રમુખનાં સન્માનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનોમાં અવારનવાર લાગતી આગની ઘટનાઓ શું ષડયંત્રનો એક ભાગ છે…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!