Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત થનાર પરીક્ષાઓ અંગે નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે કેમ્પ યોજાયો.

Share

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા તા.૨૪-૦૪-૨૦૨૨ના રોજ લેવાનાર બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ ની લેખિત પરીક્ષા અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામા આવી છે. તેમ જણાવતા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ ઉમેર્યુ હતુ કે, પરીક્ષાઓ નિયત SOP મુજબ જ લેવાય તેની તકેદારી પરીક્ષા સાથે જોડાયેલ સૌ અધિકારીઓ અને કર્મચારી અને કર્મચારીઓએ રાખવાની રહેશે. જ્યારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે, પરીક્ષા અંગે જિલ્લા પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામા આવી છે.ઈપ્કોવાલા હોલ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને બાયસેગના માધ્યમથી જરૂરી તાલિમ આપવામાં આવી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલ તથા પરીક્ષા સાથે સંકળાયેલ અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચના મક્તમપુર ખાતે આવેલી નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રાજ્યમાં પરવાનગી વિના ચાલતી કૃષિયુનિવર્સિટીઓને બંધ કરવાની માંગ સાથે કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં શેરડી -કેરીના રસની ધમધમતી હાટડીઓની તંત્ર દ્રારા તપાસ જરુરી ?

ProudOfGujarat

મહુવા પોલીસે બે આરોપી નુ જાહેરમાં સરઘસ કાઢ્યું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!