ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની ખાખરીપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૨ વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા નસીમબાનું ખોખરનું ગ્લોબલ એચી વર્ષ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ હતું.
ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિની પુર્વસંધ્યાએ ગોપાલ કિરણ સમાજ સેવી સંસ્થા ગ્વાલિયર, મધ્યપ્રદેશ દ્રારા હિન્દી ભવન ભોપાલ ખાતે ગ્લોબલ એચી વર્ષ એવોર્ડ ૨૦૨૨ અંતર્ગત શિલ્ડ, પ્રમાણપત્ર અને આઈકાર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં જે.એન.કંસોટીયા આઈ. એ. એસ. મુખ્ય અગ્રસચિવ મધ્ય પ્રદેશ સરકાર ભોપાલ તેમજ નથ્થારામ નિર્દેશક સ્ટીલ માંટ પ્રાઇવેટ લિમિટેડની વિશેષ ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગોપાલ કિરણ સમાજ સેવી સંસ્થા દ્રારા ગુજરાતમાંથી ૫ શિક્ષકોની ગ્લોબલ એચી વર્ષ એવોર્ડ ૨૦૨૨ માટે પસંદગી કરવામાં આવી હતી, જેમાં ઝઘડીયા તાલુકાના શિક્ષિકા નશીમબાનું ખોખરનો સમાવેશ થયો હતો. શાળા કક્ષાએ કરેલા વિવિધ સર્જનાત્મક કાર્ય બદલ આ શિક્ષકોનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ