Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાના “બ્લોક હેલ્થ મેળા” નો શુભારંભ કરાયો.

Share

આરોગ્યની સુલભ સેવાઓ લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુસર જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે આજે જિલ્લાકક્ષાના પ્રારંભાયેલા “બ્લોક હેલ્થ મેળા” ને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી બ્લોક હેલ્થ તાલુકા મેળાઓનો આજથી પ્રારંભ કરાયો છે, ત્યારે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ હવે ઘર આંગણે જ મળી રહેશે તેવો દ્રઢ વિશ્વાસ શ વસાવાએ વ્યક્ત કર્યો હતો.

રાજ્યમાં PMJAY અને માં કાર્ડ સહિતની રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ હવે વધુ સુદ્રઢ અને સરળ બની છે. સરકારે છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને રાજ્યના સર્વાંગી વિકાસની ગતિને અવિરત ચાલુ રાખી હોવાનું તેમણે ઉમેર્યું હતું. જન જનને મળતી આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ અને સરળ બનાવવામાં આ બ્લોક હેલ્થ મેળા સેતુરૂપ ભુમિકા નિભાવશે.

નર્મદા જિલ્લો ટ્રાયબલ જિલ્લો છે, ત્યારે બ્લોક હેલ્થ મેળા થકી અંતરિયાળ અને છેવાડાના લોકોને હવે રાજપીપલા શહેર કે અન્ય જિલ્લાઓમાં જવું નહી પડે અને સ્પેશીયાલીસ્ટ તબીબો થકી તેમની સારવાર અને નિદાન સરળતાથી કરી શકશે. આરોગ્ય મેળા દ્વારા આયુષ્યમાન કાર્ડ, નિરામય ગુજરાત, ઈ-સંજીવની યોજના સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ આ જિલ્લા માટે ખુબ જ અગત્યની બની રહેશે તેવો આશાવાદ વસાવાએ સેવ્યો હતો.

Advertisement

જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે પાંચ જેટલાં લાભાર્થીઓને PMJAY યોજનાના કાર્ડ વિતરણ કરાયાં હતાં. આ કેમ્પમાં હેલ્થ આઈડી, બ્લડ ડોનેશન કેમ્પ, મોતીયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલીસ્ટમા પીડીયાટ્રીશીયન, ફીજીશીયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ. એન. ટી, ટેલી કન્સલ્ટેશન સર્વિસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેનો અંદાજે ૬૦૦ થી વધુ વ્યક્તિઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો હતો.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઉમરા વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરના ત્યાંથી સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ મળી સત્તર લાખની મત્તા પર હાથફેરો કરનાર ઘરઘાટી મહિલાની ઉમરા પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Bharuch

ProudOfGujarat

ભરૂચ : ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપનીના શેર સર્ટીફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!