અંકલેશ્વરથી ભરૂચ જતાં રોડ પર નેશનલ હાઇવે નં.48 પર એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકમાં કંપનીમાંથી ભરી લાવેલ શંકાસ્પદ પ્રવાહીના જથ્થા સાથે બે આરોપીઓને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પડયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ અંકલેશ્વર પેટ્રોલીંગમાં હોય તે સમયે બાતમી મળેલ કે નેશનલ હાઇવે 48 પર અંકલેશ્વરથી ભરૂચ જતાં રોડ પર શંકાસ્પદ પ્રવાહીના જથ્થા સાથે એક શખ્સ આવાનો હોય આ ચોકકસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા તલાશી લેતા નેશનલ હાઇવે નં.48 પર રીગલ હોટલ પાછળના કમ્પાઉન્ડમાં ટ્રક નં.GJ-06-W-9650 પાર્ક કરેલ હોય જેમાં બાતમી મુજબની હકીકતના આધારે બે શખ્સો (1) અરવિંદ રામબહાદુર પાલ રહે.અંકલેશ્વર મૂળ રહે.ઉત્તરપ્રદેશ (2) રાકેશ રાજદેવ પાલ રહે.રાજપીપળા મૂળ રહે.ઉત્તરપ્રદેશ નાઓને પ્રવાહીના જથ્થા વિષે પૂછતાછ કરતાં આ પ્રવાહીનો જથ્થો પનોલીથી ભરી નંદેસરી જીઆઇડીસી વડોદરા ખાલી કરવાનું જાણવા મળ્યું હતું જેનું બિલ કે કોઈ આધારભૂત પુરાવો ન મળતા શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો કિં.રૂ.30,000/-, ટ્રકની કિં.રૂ.5,00,000 અને બે મોબાઈલ હોન કિં.રૂ.3500 મળી કુલ રૂ.5,33,500 ના મુદ્દામાલ સાથે બે આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર પોલીસને સોંપવામાં આવેલ છે.