નર્મદા પરિક્રમાવાસીઓને હાંસોટ તાલુકાના વિમલેશ્વરથી વાગરાના મીઠીતલાઈ સુધી આવતા નર્મદા અને દરિયાના સંગમસ્થાનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. નર્મદા પરિક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઇ સરકારે લુવારા નજીક રૂપિયા 12.50 કરોડના ખર્ચે જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ લોકાર્પણ કર્યું હતું.
મૂળ જબલપુરના અને નર્મદા પરિક્રમા સંત સમિતિના સ્વામી ગિરિશાનંદ સરસ્વતી વર્ષ 2011 માં નર્મદા પરિક્રમા માટે નીકળ્યા હતા. નર્મદા અને દરિયાના સંગમસ્થાન એવા હાંસોટના વમલેશ્વરથી નાવડીઓમાં બેસી નર્મદાને ક્રોસ કરી મીઠીતલાઈ આવી રહ્યા હતા. દરમ્યાન મીઠીતલાઈ નજીક દરિયામાં ભરતીના પાણી ઓસરી જતા નાવડીઓ ફસાઈ જવાના ભયથી નાવિકોએ તમામ પરિક્રમાવાસીઓને અધવચ્ચે ઉતારી મુક્યા હતા. પરિક્રમવાસીઓ કાદવ કીચડમાં ચાલતા કીચડમાં પડ્યા હતા. જેનો છ મિનિટનો વિડીયો બનાવાયો હતો. સ્વામી ગિરિશાનંદ સરસ્વતી આ ઘટનાથી નારાજ થયા હતા. તેમણે છ મિનિટનો વિડીયો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રમોદીને વિડીયો મોકલી પોતાની વ્યથા અને નારાજગી વ્યક્ત કરી પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉભી કરવા અપીલ કરી હતી. જેની નોંધ નરેન્દ્રભાઈએ લઈ સરકારમાં જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારબાદ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લુવારા નજીક નર્મદા પરિક્રમવાસીઓની સુગમતા માટે જેટી બનાવવા રૂપિયા 8.50 કરોડ ફળવ્યા હતા. જેના પગલે જેટી બનાવવા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું. દરમ્યાન નર્મદા પરિક્રમા સંત સમિતિએ પરિકર્મવાસીઓને આરામ કરવા વિશ્રામગૃહ બનાવવા અપીલ કરતા રૂપાણી સરકારે વધુ 4 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. લુવારા પાસે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા જેટી અને વિશ્રામ ગૃહનું નિર્માણ કરાતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ વિધિવત તક્તિ અનાવરણ કરી જેટી અને વિશ્રામગૃહનું લોકાર્પણ કર્યું હતું.
નર્મદા પરિકર્મવાસીઓ માટે વિમલેશ્વરથી બોટ અને નવડાઓ દ્વારા મીઠીતલાઈ આવવું મુશ્કેલીભર્યું હતું. ઘણી વખત બોટ ફસાઈ જતા પરિકર્મવાસીઓની હાલત કફોડી બનતી હતી. 2020 એક પરિકર્મવાસીઓની ટીમ વિમલેશ્વરથી બોટમાં મીઠીતલાઈ આવતી હતી. દરમ્યાન ત્રિવેણી સંગમમાં બરાબર વચ્ચે બોટ ફસાઈ જતા પરિક્રમાવાસીઓ માટે જોખમ ઉભું થયું હતું. તે સમયે તત્કાલીન જિલ્લા કલેકટરની સુચનાઓનાં પગલે રેસ્ક્યુ ઓપરેશન કરી તમામ પરિક્રમાવાસીઓ સહીસલામત બહાર લવાયા હતા.
નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો આવ્યો અંત, લુવારા નજીક જેટી તથા વિશ્રામગૃહનું લોકાર્પણ કરાયું.
Advertisement