વડોદરાના ડભોઈમાં ખેડૂતોને નર્મદા કેનાલમાંથી પાણી આપવામાં આવતું ન હોય આથી ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્ય સરકાર સમક્ષ આ વિસ્તારનાં ખેડૂતોને નર્મદા કેનાલમાંથી ખેતી માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે.
આ લેખિત આવેદનમાં જણાવ્યા અનુસાર ખેડૂતો તમામ ઋતુઓનાં પાક લઈ શકે તે માટે તે ઉપરાંત જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવામાં આવે તે મુખ્ય પ્રાથમિકતા કહેવાય છે. ઉદ્યોગોને પાણી મળવું જોઈએ પરંતુ ખેતીના ભોગે ઉદ્યોગોને પાણી આપવામાં આવે તે વાત યોગ્ય નથી. ડભોઈ તાલુકામાં ૨૦ જેટલી નર્મદા વસાહત ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે. 20 પૈકી ચાર વસાહતોનાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે તેઓની ખેતી નર્મદા કેનાલ પર નભે છે આથી ખેતી માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતો ઉનાળુ પાક લઈ શકતા નથી. ઉનાળુ પાકને ભારે નુકસાન થાય છે. ડભોઇ તાલુકાનાં ખેડૂતોને પૂરતું પાણી ન મળતા તેઓ ખેતીમાં નુકસાની વેઠી રહ્યા છે. આથી ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલ મારફતે તાત્કાલિક પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી છે.