ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં ભારતીયજનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટના માર્ગદર્શનથી છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના જિલ્લા પ્રમુખ હિરેન પંડિતની આગેવાનીમાં ડીજેના તાલે જનજાગૃતિ અર્થે 75 બાઇક પર 150 થી વધુ નગર ભાજપા યુવામોરચા કાર્યકરો સહિત ભાજપાના છોટાઉદેપુર નગર અને તાલુકાના કાર્યકરો હોદ્દેદારો એ સુંદર રેલીનું આયોજન કરાયું હતું.
જીલ્લા ભાજપા કાયૅલયથી બાઇક રેલી નિકળી નગરના બીરસામૂડા પતિમાને ફૂલહાર વિધિ કરી ભગતસિંહ ચોક આવી બજાર રજપૂત ફળીયા કંવાટ રોડ સહિતના વિસ્તારોમાં ફરી જીલ્લા પંચાયત આગળ પૂર્ણાહુતિ કરાઈ હતી.
Advertisement