પાલેજમાં કોમી એકતા જીવદયા ભાઈચારો અને માનવ સેવાનાં હિમાયતી અને ઘેર ઘેર ગાય પાળોનાં ઉપદેશક પીર મોટામિયાની સમાધિ ખાતે શુક્રવારે સાંજે પાલેજ ચીસતીયા નગર ખાતે સંદલ શરીફનો કાર્યક્રમ પ્રસંગે પીરઝાદા સલીમુદ્દીન બાવા/પીરઝાદા મોઇનઉદ્દીન બાવા / તેમજ પીરઝાદા મતાઉદ્દીન બાવાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ બીરદરો ઉપસ્થિત રહી પીરબાવાના કરેલાં જનઘોષથી કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતાં.
કોમી એકતાં અને ભાઈચારના હિમાયતી હજરત મોટા મિયાં ઇ.સ ૧૯૧૫ માં માંગરોળની ગાદી ઉપર આવ્યા એમની સેવાઓને લઈ ઘણી બધી પદવીઓ મેળવી હતી. ત્યારબાદ તેમનાં નામ ઉપરથી ગામનું નામ મોટામિયાં માંગરોળ પડ્યું હતું. તેમને ઘેર ઘેર ગાય પાળવાની હાકલ કરી એક લાખ ગાય આપી લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો. આ વાતની જાણ મહારાજા સયાજીરાવ ગાયકવાડને થતાં તેઓ માંગરોળ આવી અને વિશાલ સંમેલનમાં મૌલાના નામનો સુવર્ણ ચંદ્રક અને કાશ્મીરી સાલ અર્પણ કરી હતી.
યાકુબ પટેલ, પાલેજ
પાલેજમાં કોમીએખલાસ વચ્ચે પીર મોટામિયાં સમાધિ પર સંદલ વિધિ સંપન્ન કરાઈ.
Advertisement