નડિયાદના કપડવંજથી રૂરલ પોલીસની હદમાં તેલનાર પાટીયા પાસેથી રૂપિયા બે લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી વિગતો અનુસાર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ તથા કેતનભાઇને બાતમી મળેલ કે કપડવંજ મોટીઝેરથી નિરમાલી રોડ ઉપર આવેલ તેલનાર પાટીયા પાસેથી આરોપી ઘનશ્યામ ઊર્ફે ગની રમેશ પટેલ રહે. રણેચી તા. બાયડ જી. અરવલ્લી નાઓને પોતાના કબ્જા ભોગવટાની સ્વીફ્ટ કાર નં. જી.જે. ૦૧ કે.એન ૮૦૨૨ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મા વિદેશી દારૂની નાની કાચની બોટલો નંગ-૮૧૫ કિ.રૂ. ૮૧,૫૦૦/ તથા રોકડા રૂ. ૪૫૦/- તથા એક મો.ફોન કિ.રૂ. ૫૦૦/- મળી કુલ્લ રૂ.૨,૮૨,૪૫૦/- ના મુદામાલ સાથે ઉક્ત ઇસમને ઝડપી પાડી તેની વિરુદ્ધમાં કપડવંજ રૂરલ પો.સ્ટે. પ્રોહિ. ધારા હેઠળ હેઙકો. મહેશભાઇ નાઓએ ફરીયાદ આપતા પ્રોહિબીશનનો ગણનાપાત્ર ગુનો રજી. કરવામાં આવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ