Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના આંજોલી ગામની આદિવાસી દિકરીએ પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ અને સો ટકા આદિવાસી વસતિ ધરાવતા આંજોલી ગામમા રહેતી એક આદિવાસી દિકરીએ પીએચ.ડી. ની પદવી પ્રાપ્ત કરતા આંજોલી ગામ સહિત સમગ્ર આદિવાસી સમાજમાં ગૌરવની સાથે આનંદની લાગણી ફરી વળી છે.

મળતી વિગતો મુજબ આંજોલીના વતની અને હાલ નેત્રંગ ખાતે રહેતા વસાવા ચુનીલાલ મગનભાઇની પુત્રી રક્ષાબેન ચુનીલાલ વસાવાએ ગુજરાત વિધાપીઠ અમદાવાદ ખાતે હિંદી વિભાગમાં પી.એચ. ડી.નો અભ્યાસ પુર્ણ કયોઁ છે. આ યુવતીએ મહાશોધ અંતર્ગત તૈયાર કરેલ નિબંધ ગુજરાત વિધાપીઠમાં રજુ કયોઁ હતો, જેને માન્યતા મળતા આ યુવતીનેે પી.એચ. ડી ની ડીગ્રી એનાયત કરવામા આવી હતી. નિબંધ તેણે ડો.શશિબાલા પંજાબીના માર્ગદર્શન હેઠળ પુર્ણ કયોઁ હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચમાં બાઇક ચોરીના બે ગુનામાં ત્રણ આરોપીઓને રહિયાદ ચોકડી ખાતેથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

અમદાવાદ : સરળ બનશે ટ્રાન્સપોર્ટ – હવે મેટ્રો અને BRTS થી બહાર નિકળતા લોકોને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2548 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!