વાગરાના ધારાસભ્યએ સડથલા ગામ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ કર્યા બાદ રહિયાદ ખાતે દિપક ફર્ટિલાઈઝર સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ગ્રામજનોને પીવાનું મીઠું પાણી મળી રહે તે માટે વોટર પ્યુરીફાયર મશીન વિતરણ કર્યા હતા.
વાગરા તાલુકાના સડથલા ખાતે નવા ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ થતા ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય અરુણસિંહ રણાએ તાલુકા પંચાયત પ્રમુખ કોમલબેન મકવાણા, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સંજયસિંહ, જિલ્લા ભાજપ મહામંત્રી ફતેહસિંગ ગોહિલ, તાલુકા પંચાયત સભ્યો, તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા અને ગ્રામ્ય આગેવાનોની હાજરીમાં નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું સાથે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ રહિયાદ ખાતે ગ્રામજનોને વોટર પ્યુરીફાયર પણ અર્પણ કર્યા હતા.
રહિયાદ ગામે લોકોને શુદ્ધ પાણી મળે એ હેતુથી દીપક ફર્ટિલાઇઝર એન્ડ પેટ્રોકેમીકલ્સ કોર્પોરેશન લિમિટેડ અને ઇશાનિયા ફાઉન્ડેશન દ્વારા ગ્રામજનોને 450 જેટલા વોટર પ્યુરીફાયર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્યએ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ ગોહીલ, કંપનીના કર્મચારીગણ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામજનોને આર.ઓ. મશીન વિતરણ કરી કમ્પનીઓની સીએસઆર પ્રવૃત્તિને બિરદાવી હતી.