Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણમાં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનાં હસ્તે કરાયું.

Share

કરજણ નવાબજાર વિસ્તારમાં મિયાગામ ચોકડી પાસે મારૂતિ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં કરજણ પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ દ્વારા તાલુકાની જનતા માટે  ઉભું કરાયેલ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

 કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કરજણ ખાતે આવેલ સી.આર. પાટીલે મંચ પરથી ભારતીય જનતા પાર્ટીની પેઝકમિટીની રચના કરવામાં આવી છે. તે રચનાને લગતી જે  કાંઈ કાર્યવાહી બાકી હોય તે પૂર્ણ કરવા કાર્યકર્તાઓને આહવાન કરાયું હતું. સાથે સાથે જિલ્લામા જે કુપોષિત બાળકો છે તેવા બાળકોને એક ભાજપ કાર્યકર્તા એક બાળક2 દત્તક લે અને તે બાળકને પૌષ્ટિક આહાર આપવા તેમજ તેમાં રોજ 100 ગ્રામ દૂધ આપી ત્રણ મહિનાની અંદર આખા જિલ્લામાંથી કુપોષિત બાળકોને સુપોષિત કરે તેવી દરેક ભાજપ કાર્યકર્તાઓને અપીલ કરી હતી. ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપ કાર્યકર્તા પબ્લિકને પોતાનો વોટ્સએપ મોબાઈલ નંબર આપી જિલ્લાના કુપોષિત બાળકોને દત્તક લઈ પૌષ્ટિક આહાર, દૂધ આપી તેના ફોટો મોકલવા જણાવાયું હતું.  આ પ્રસંગે મંચ પર કરજણ પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ અને ચાલુ ધારાસભ્ય અક્ષય પટેલ એક મંચ પર રહી બંને ચાલુ અને પૂર્વ ધારાસભ્યોએ સાથે મળી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને શાલ ,ફૂલગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના ભાજપાના હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ સહિત તાલુકાની જનતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ લગાવેલા પ્રેશર ઇમ્પ્રુવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસને કારણે આદિવાસી મહિલા થઇ ઘાયલ.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે ખૂનનો કારસો ઘડનાર આરોપી અને ખૂન કરે તે પહેલા જ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ગામે વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!