Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વાલિયાના જલારામ પેટ્રોલપંપ પર માથાકૂટ, ૬ જેટલા ઈસમોએ પેટ્રોલપંપ કર્મચારીઓ પર હુમલો કર્યો.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા પાસે આવેલ જલારામ પેટ્રોલપંપ ખાતે ગત બુધવારે રાત્રીના સમયે પેટ્રોલપંપ ઉપર બાઇક લઈને આવેલા ઈસમ એ કોઈ કારણસર પેટ્રોલપંપના કર્મચારી સાથે માથાકૂટ કરી મારામારીની ઘટનાને અંજામ આપ્યો હતો.

બાઇક ચાલક અને કર્મચારી વચ્ચે મારામારી બાદ અચાનક અજાણ્યા ૬ જેટલા ઇસમોનું ટોળું પેટ્રોલપંપ ખાતે ધસી આવ્યું હતું અને પેટ્રોલપંપને બાનમાં લઇ કર્મચારીઓ ઉપર હુમલો કરવાનુ શરૂ કર્યુ હતું, અત્યંત બેરહેમી પૂર્વક એક કર્મચારી પર પાંચ લોકોનું ટોળું તુટી પડ્યું હોય તેવા ફિલ્મી દ્રશ્યો પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.


હાલ સમગ્ર મામલા અંગે વાલિયા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી હોવાનું સામે આવી રહ્યું છે, જોકે ઘટનાનું ચોક્કસ કારણ શું છે, હુમલાખોરો કોણ હતા, તે તમામ બાબતો ઉપરથી હાલ સુધી પરદો ઉચકાયો નથી. જોકે સમગ્ર ઘટના ક્રમ અંગે પોલીસ તપાસ બાદ જ ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે.
હારુન પટેલ : ભરુચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના આંબોલી ગામના ખેડૂતો વીજટ્રાન્સફોર્મર ચોરીના બનાવો થી ત્રાહિમામ…..

ProudOfGujarat

મહોરમ અંગે સૌથી મોટા સમાચાર: મુસ્લિમ આગેવાનો અને પોલીસની વચ્ચે બેઠકમાં લેવાયો આ નિર્ણય

ProudOfGujarat

દયાદરા-કુવાદર-નબીપુર રસ્તાને “સેઝ” ને જોડતા દયાદરા ગામની સંપાદિત જમીનમાં ભરૂચની એડીશનલ સીનીયર સીવીલ કોર્ટનો ઐતિહાસીક ચૂકાદો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!