14 મી એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટ ભરેલા દારૂગોળો તથા અન્ય અતી જ્વલનશીલ માંલ સામાન ભરેલ એક એસ.એસ. ફોર્ટ સ્ટાઈનીક એક બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવા કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું, આ સાથે 300 થી વધારે અન્ય લોકો પણ ધડાકાનો ભોગ બન્યા હતા. કુદરતી હોનારત અને માનવસર્જિત હોનારતમાં લોકોના જાન-માલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪ મી એપ્રિલને અગ્નિશમન સેવાદિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
આજરોજ 14 મી એપ્રિલ 2022 ને ગુરુવારે છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસના જવાનોએ અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફાયર સ્ટેશનના જવાનોએ છોટાઉદેપુર નગરપાલિકાના ફાયરના વાહનોની નગરમાં એક જન જાગૃતી રેલી યોજી ફાયરના સાધનોથી લોકોને અવગત કરાવ્યા હતા.