જૂની પેન્શન યોજના(OPS)”ના અમલ માટે “તા.૧૪’એપ્રિલ-૨૦૨૨’ ડો.આંબેડકર જયંતિ”ના રોજ “બંધારણ પેન્શન અધિકાર દિવસ” તરીકે જિલ્લા કક્ષાએ અને દરેક વિધાનસભા વિસ્તારમાં “ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ”ના તમામ જિલ્લા / શહેર ઘટક સંઘોના માદયમિક શિક્ષક – ભાઈઓ – બહેનો અને વડીલોએ “ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા”ના આદેશ પ્રમાણે જોડાયા અને “જૂની પેન્શન યોજના(OPS)ના અમલ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
બાબા સાહેબની 131 મી જન્મ જયંતી નિમિતે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ મહા મંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના મહા મંત્રી એસ કે પંચોલી એ ડો.બાબા સાહેબ આંબેડરને શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યારબાદ મીડિયાને આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માં તે જૂની પેન્શન યોજના બંધ કરી જે નવી પેન્શન સ્કીમ અમલમાં મૂકી છે તેનાથી શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓને નુકશાન થઇ રહ્યુ છે તેથી ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે નવી પેન્શન સ્કીમ બંધ કરીને જૂની પેશન સ્કીમ અમલમાં મૂકે તે માટે વિરોધ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ મહા મંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા દેશ વિરોધી સરકાર ગુજરાત સરકારનો વિરોધ કરવામા આવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી