મુંબઇની મેડિકલ કોલેજમાં એડમિશન આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીને ભરૂચની બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઈની લોકમાન્ય તિલક હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં એડમિશન આપવાના બહાને આરોપી સતીષ ઉર્ફે વિશાલ ભુપતભાઈ કાનાણી રહે પ્લોટ નંબર 22 શિવનગર સોસાયટ, સુદામા ચોક મોટા વરાછા, સુરત અનેક વિદ્યાર્થીઓને તેણે મેડીકલ કોલેજમાં એડમિશન લેવું હોય પરંતુ મેરીટ લિસ્ટમાં નામ આવે તેમ ન હોય તેઓનો સંપર્ક કરી મેડિકલ કોલેજના ડેપ્યુટી ડીન સાથે મુલાકાત કરાવી વિશ્વાસમાં લઇ એડમિશનના બહાને છેતરપિંડી કરી રૂ. 43 લાખ લીધેલા હોય ત્યારબાદ આરોપી દ્વારા એકપણ વિદ્યાર્થીને મેડીકલ કોલેજમાં એડમિશન આપવામાં આવ્યું ન હોય અને આરોપી બેંગ્લોરના કર્ણાટક ખાતે નાસી છૂટ્યો હોય જેને પકડી પાડવા ભરૂચ પોલીસે કવાયત હાથ ધરેલ હોય આથી ટેકનીકલ સર્વેલન્સની ટીમના માધ્યમથી ભરૂચની બી ડિવિઝન પોલીસે આરોપીને કર્ણાટકથી ઝડપી લઇ તેના કબજામાં રહેલા ચાર મોબાઇલ ફોન કિંમત રૂપિયા 20,000 અને એક લેપટોપ કિંમત રૂપિયા 15000 મળી કુલ રૂપિયા 35,000/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપીને ઝડપી પાડયો છે.