Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓના વિદાય તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.બી.જાદવની ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી થઇ છે. તેમજ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નવા પીએસઆઇ તરીકે જી.આઇ.રાઠોડની નિમણૂક થઇ છે.

આજરોજ રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે વિદાય લેતા પીએસઆઇ જે.બી.જાદવને વિદાય અાપવાનો તેમજ નવા આવેલ પીએસઆઇ રાઠોડનું સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે યોજાયેલ આ સન્માન સમારંભમાં નેત્રંગના પીએસઆઇ પાંચાણી તથા ઉમલ્લાના પીએસઆઇ ઠુમ્મર તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને પીએસઆઇ જે.બી.જાદવની ૩ વર્ષ ૭ મહિના અને ૨૭ દિવસની રાજપારડીના પોલીસ અધિકારી તરીકેની કામગીરીને આવકારી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા વિદાય લેતા પીએસઆઇ જે.બી.જાદવ તેમજ નવા આવેલ પીએસઆઇ જી.આઇ.રાઠોડનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. નેત્રંગ પીએસઆઇ પાંચાણી તેમજ ઉમલ્લા પીએસઆઇ ઠુમ્મરે વિદાય લેતા પીએસઆઇ જે.બી.જાદવના અન્ય સાથે હળીમળી જવાના ભાવનાસભર સ્વભાવના વખાણ કર્યા હતા. આ પ્રસંગે વિદાય લેતા પીએસઆઇ જે.બી.જાદવ રાજપારડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ગામોના નાગરીકો તેમજ પોલીસ સ્ટાફે તેમને ફરજ દરમિયાન આપેલ સહયોગને યાદ કરતા ભાવવિભોર બની ગયા હતા, અને નવા નિમાયેલ પીએસઆઇ રાઠોડને પણ સંપૂર્ણ સહયોગ અાપતા રહે એવી અપીલ કરીને બન્ને પોલીસ અધિકારીઓનું સન્માન કરવા બદલ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બીપીએલ યાદીની ફેર સમીક્ષા જરુરી.

ProudOfGujarat

ભરૂચ : વિલાયત ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તલ અને ચાર કારતુસ સાથે બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપળા : બાળકોના શારીરિક વિકાસની નોંધ લેવા જિલ્લાની ૯૫૨ આંગણવાડીઓને CSR પ્રવૃત્તિ હેઠળ સ્ટેડીઓમીટર અપાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!