આજે આંબેડકર જયંતીદિને એક તરફ વિવિધ રાજકીય આગેવાનો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આંબેડકર જયંતીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આંબેડકર ચોક ખાતે શિક્ષકો ભેગા થયાં હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જૂની પેન્શન યોજના, કરાર આધારિત ભરતી બંધ કરવી સહીત પોતાની વિવિધ માંગોને લઈન તેમણે નર્મદા જિલ્લા સંયુક્ત સરકારી સંઘ દ્વારા નાંદોદ કોંગ્રેસના ધારાસભ્ય પી ડી વસાવાને આવેદનપત્ર આપ્યું હતું. શિક્ષકોની માંગ છે કે જૂની પેન્શન યોજના ફરી શરૂ થવી જોઈએ. કરાર આધારિત ભરતી બંધ કરવી જોઈએ. એ માંગ સાથે શિક્ષકોએ સામુહિક પ્રતિજ્ઞા લઈ જૂની પેન્શન યોજના અમારો અધિકાર છે એ મેળવીને જ રહીશું એવી પ્રતિજ્ઞા સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, નર્મદા જીલ્લા આચાર્ય સંઘ, ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાનાં હોદ્દેદારોએ આંબેડકરના ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પીડી વસાવાએ જણાવ્યું હતું શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત મને મળી છે. હું શિક્ષકોના પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરીશ. અને તેમને ન્યાય મળે તે માટે પૂરતા પ્રયત્નો કરવાની ખાત્રી આપી હતી.
દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપળા : જૂની પેન્શન યોજના શરૂ કરવા નર્મદા જિલ્લા સંયુક્ત સરકારી સંઘ દ્વારા નાંદોદના કોંગ્રેસના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું.
Advertisement