તિલકવાડા ફોરેસ્ટ નાકા પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં બિયર, વ્હીસ્કી મળી કુલ એક લાખનો મુદ્દામાલ ઝડપી તિલકવાડા પોલીસે એકની ધરપકડકરી છે.
આ અંગે ફરીયાદી રમેશભાઈ મંગળભાઈએ અ. હે. કો. તિલકવાડા પોલીસે આરોપી તેજશભાઈ નૈમેષભાઈ ભાવસાર રહે- એફ-ર૬ પ્રમુખ પાર્ક સોસાયટી વિભાગ ૧ સદ્યોગ ગોરવા વડોદરા શહેર સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત અનુસાર તિલકવાડા ફોરેસ્ટ નાકા પાસે આરોપી પાસેથી ચેકીંગ દરમ્યાન તેજશભાઈ નૈમેષભાઈ ભાવસાર રહે- એફ-ર૬ પ્રમુખ પાર્ક સોસાયટી વિભાગ ૧ સદ્યોગ ગોરવા વડોદરા શહેર એ ગે.કા.અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર પતરાના ટીન કંપની શીલબંધ ૫૦૦ એમ.એલ.ના પેટી નંગ-૦૮ જે એક પેટીમાં ૨૪ નંગ લેખે કુલ ૧૯૨ બીયર કિ.રૂ. ૧૯,૨૦૦/- તથા કીંગ ફીશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર પતરાના ટીન કંપની શીલબંધ ૫૦૦ એમ.એલ.ના પેટી નંગ-૦૬ જે એક પેટીમાં ૨૪ નંગ લેખે કુલ ૧૪૪ બીયર કિ.રૂ. ૧૪,૪૦૦/- તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ હીસ્કી કાચની કંપની શીલ બંધ ૧૮૦એમ.એલ. ની પેટી નંગ-૦૭ જે એક પેટીમાં ૪૮ નંગ લેખે કુલ ૩૩૬ કવાટર કિ.રૂ.૫૭,૧૨૦/- તથા મેકડોલસ નંબર ૧ રીસીવ હીસ્કી ઓરીજનલ કાચની કંપનીશીલ બંધ ૧૮૦ એમ.એલ. ની પેટી નંગ-૦૧ જેમાં ૪૮ નંગ કવાટર કિ.રૂ. ૯,૩૬૦/- મળી કુલ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પોતાના કબજાની સિલ્વર કલરનીએક્સ.યુ.વી. ફોરવ્હીલ ગાડી નંબર જી. જી. ૨૭. બી.એસ. ૦૦૪૫ કિ.રૂ.૭,૦૦,૦૦૦/- માં મધ્ય પ્રદેશ રાજય ના અલીરાજપુર ગામના ભુરો નામના ઈસમ પાસેથી લાવી કાયાવરોહણ ગામના બકોને આપવા જતા એપલ કંપનીનો મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૮,૨૫,૦૮૦/- સાથે પકડાઈ ગયા હતા પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીપક જગતાપ, રાજપીપલા