નમકીનના ટેમ્પામાં વિદેશી દારૂના જથ્થાને સંતાડીને લાવનાર બે શખ્સોને ઝડપી લઈ ગણનાપાત્ર કેસ વડોદરા પીસીબી પોલીસે શોધી કાઢ્યો છે.
આ કેસની મળતી વિગતો અનુસાર પીસીબી પોલીસના કોન્સ્ટેબલ મિતેશકુમાર પેટ્રોલિંગમાં હોય તે સમયે તેમને બાતમી મળેલ કે કિશનવાડી મહાદેવ ચોકમાં રહેતા મહેશ ગીરીશભાઇ વાળંદ તથા ખોડીયાર નગર પાસે રહેતા કિશન બંનેએ ભેગા મળી અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવેલ છે જે જથ્થો આજે આવવાનો હોય આ દારૂનો જથ્થો પીતાંબર સોસાયટી થઈ સાઈબાબા મંદિર તરફ જવાનો હોય આ માહિતીના આધારે પોલીસે પૂજા પાર્ક ગાર્ડન પાસે મોર્નિંગ વોકના ડ્રેસમાં વોચ ગોઠવી હતી તે સમયે ત્યાંથી અતુલ શક્તિ થ્રી વ્હીલ બંધ બોડીનો ટેમ્પો નંબર GJ-06-AY-8282 નીકળતા તેની તલાશી લેતા ટેમ્પામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો વોડકા 750 એમ.એલ ની બોટલોના નંગ 539 કિંમત રૂપિયા 1,23,300, મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા 10500, અતુલ શક્તિ ટેમ્પો કિંમત રૂપિયા 75 હજાર, પ્લાસ્ટિકના બેરલ નંગ 8, વિમલના થેલા નંગ ચાર કિંમત રૂપિયા 4150 મળી કુલ રૂપિયા 2,12,950 ના મુદ્દામાલ સાથે મહેશ ગિરીશ વાળંદ તથા અબ્દુલકાદિર ઈકબાલ શેખને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓ કિશન, વિનય અને ટેમ્પો ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.