Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ DGVCL નો જુનિયર ઈજનેર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો.

Share

આજે પણ લોકોને એક વીજ કનેક્શન મેળવવા માટે ભ્રષ્ટાચારનો સામનો કરવો પડતો હોવાની ઘટના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાંથી બહાર આવી છે. જ્યાં વીજ મીટર મેળવવા એક વ્યક્તિએ કરેલી અરજી સામે લાંચ પેટે ₹10 હજાર માંગતા જુનિયર ઈજનેર ભરૂચ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો છે.

લાંચિયા ઇજનેરની વિગત મુજબ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં વર્ગ 2 માં જુનિયર ઈજનેર તરીકે ધવલ મહેશભાઇ પટેલ ફરજ બજાવે છે.

Advertisement

હાંસોટ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે ફરીયાદીએ ઇલેક્ટ્રીક મીટર મેળવવા સારુ અરજી કરી હતી. જે અરજીના કામે કોટેશન મુજબ ₹21191 ભરવાના હતા. અને આ કામના આરોપી લાંચિયા જુનિયર ઈજનેરે ફરીયાદી પાસેથી કોટેશન સિવાયના વધારાના લાંચ પેટે ₹14 હાજરની માંગણી કરી હતી. જે લાંચની રકમ રકઝકના અંતે ₹10 હજાર આપવાના નક્કી કરાયા હતા. જે ₹10 હજારની લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.

ભરૂચ એન્ટી કરપશન બ્યુરો ACB ના પોલીસ ઇન્સ્પેકટર એસ.વી.વસાવા અને તેમની ટીમે સોમવારે જુનિયર ઇજનેરની રંગેહાથે લાંચ લેતા પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું. રીયાદીની ફરીયાદ આધારે સોમવારે લાંચના છટકાનું આયોજન કરતા, હાંસોટ જુનિયર ઈજનેર ધવલ પટેલ ₹10 હજારની લાંચની માંગણી કરી, સ્વીકારી પકડાઇ જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાંચિયા DGVCL ના જુનિયર ઇજનેરને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ટ્રેપ એસીબી મદદનીશ નિયામક વડોદરાના પી.એચ.ભેસાણીયાની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

પુલવામાંમા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો ભરૂચમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના જાણો ક્યાં અને ક્યારે?

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના આમલઝર ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતાં ચાલકનું ઘટના સ્થળે મોત.

ProudOfGujarat

ભરૂચ : કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારજનને આર્થિક સહાય પહોંચાડતું જિલ્લા વહીવટી તંત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!