Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી ભલગામડા અઢીઆકરી મેલડીના મંદિરે ડાકડમરૂનો કાર્યક્રમ યોજાયો.

Share

લીંબડી ભલગામડા ગેઈટ પાસે આવેલ અઢી આકરી મેલડીના મંદિરનો દિન પ્રતિદિન પ્રભાવ વધી રહ્યો છે ત્યારે આ મંદિરના ભુવા શાંતિલાલ પણ માતાજીની સારી એવી સેવા કરી રહ્યા છે ત્યારે આ અઢી આકરી મેલડીનુ મંદિર એક ધામ બન્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો આ મંદિર ખાતે ડાક ડમરનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ હાજરી આપી હતી તેમજ હજારોની સંખ્યામાં આ ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ નિહાળવા લીંબડી તથા લીંબડીના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉમટ્યાં હતાં અને આ કાર્યક્રમને નિહાળ્યો હતો અને જય માતાજીના નાદથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુમાનસિંહ પલાણીયા, જગાભાઈ જાંબુડિયા, કમલેશભાઈ જાબુકિયા, ગણપતભાઈ ચૌહાણ સહિતના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ખેડા લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલકુદ સ્પર્ધા-22 યોજાઈ.

ProudOfGujarat

ગોધરાના દાંડિયામાં કોમી એકતાનો સૂર : ગોધરા શહેરમાં મુસ્લિમ કારીગરો દ્વારા મહામહેનત બાદ રંગબેરંગી દાંડિયાઓને આકાર આપીને સમગ્ર ગુજરાતના ખૂણેખૂણામાં મોકલી રહ્યાં છે રાશ દાંડિયાની રમઝટ બોલાવતા ગરબા રસિકો માટે ઓછા નફો રળી લઈને પણ ધંધો કરે છે

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક્સરેની પ્લેટનાં અભાવે દર્દીઓ ની હાલત કફોડી: ગરીબ દર્દીઓને પ્રાઈવેટમાં એક્સરે કઢાવી આપનાર સેવા યજ્ઞ સમિતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!