ભારતમાં રમતનું લાંબો ઈતિહાસ છે ક્રિકેટ દેશની ચોક્કસ લોકપ્રિય રમત છે પરંતુ ફૂટબોલ અને બાસ્કેટબોલ પણ ખૂબ જ લોકપ્રિય છે આ બંને રમતો ભારતીય વિદ્યાર્થીઓમાં તાજેતરમાં ખૂબ જ લોકપ્રિય બની છે આથી અંકલેશ્વરની પોદ્દાર વર્લ્ડ સ્કૂલ માં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે પોદ્દાર વર્લ્ડ સ્કૂલ ના રાઘવ પોદાર દ્વારા આંતર રાષ્ટ્રીય બાસ્કેટબોલ કોર્ટ ની સ્થાપના કરવામાં આવેલ છે.
પોદ્દાર વર્લ્ડ સ્કૂલ વિદ્યાર્થીઓને વિશ્વનો શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે પ્રયત્નો કરે છે. અંકલેશ્વરના વિદ્યાર્થીઓમાં પ્રતિભાની ગુણવત્તા હોય આથી અમોએ અહીં આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટની સ્થાપના કરેલ છે. અમારા યુવા વિદ્યાર્થિઓ રમત ગમત ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવશે સ્કૂલના વિદ્યાર્થીઓ ક્ષમતાથી ભરપૂર છે માત્ર તેમને તક ની આવશ્યકતા રહે છે. અમારા વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ તાલીમ આપવા માટે રાષ્ટ્રીય કક્ષાના કોચની પણ અહીં નિમણૂક કરવામાં આવેલ છે. પોદાર સ્કૂલના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ બાસ્કેટબોલ અને ફૂટબોલની શ્રેષ્ઠ તાલીમ મેળવી દેશ અને દુનિયામાં શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરશે આથી અહીં અંકલેશ્વર ખાતેની પોદ્દાર વર્લ્ડ સ્કૂલ માં રાષ્ટ્રીય કક્ષા ની બાસ્કેટબોલ અને ફૂટબોલ કોર્સ શરૂ કરાઇ છે જેમાં વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રમત ગમત ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરશે અહીં પોદર સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું પણ આયોજન હાથ ધરવામાં આવશે તેમ પોદાર સ્કૂલના રાઘવ એ જણાવ્યું હતું.