પીરામણ ગ્રામ પંચાયત દ્વારા તેમના હદ વિસ્તારમાં (આમલાખાડીની બાજુમાં) સરકારી ગોં-ચરણની જગ્યામાં સક્ષમ અધિકારીની મંજુરી વગર સ્વ-ઘોષિત ડમ્પિંગ સાઈટ બનાવેલ છે જ્યાં પીરામણ ગામનો ડોમેસ્ટિક વેસ્ટ (ઘન-કચરો) ઠાલવવામાં આવે છે. એ સીવાય અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ હદ વિસ્તારમાં આવતી હોટેલો અને લારી ગલ્લાવાળા પણ ત્યાં વેસ્ટ ઠાલવે છે. તેમજ આસપાસ આવેલ અન્સાર માર્કેટ, નોબલ માર્કેટના સ્ક્રેપના વેપારીઓ પણ તેમનું વેસ્ટ અહિયાં ઠાલવે છે.
જેમાં કેમિકલ કંટામીનીટેડ વેસ્ટ પણ શામિલ હોય છે. જેનો સરકારી ગાઈડલાઈન મુજબ કોઈ વેજ્ઞાનિક ઢબે નિકાલ થતો નથી. તેને સળગાવવામાં આવે છે જેનાથી હવાનું પ્રદુષણ થાય છે. બાજુમાં શાળા આવેલ છે જ્યાં ૫૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે.
આ સાઈટ આમલાખાડીની સાથે જ આવેલ છે. ચોમાસામાં વારંવાર આમલાખાડી ઉભરાય છે ત્યારે આ વેસ્ટ ખાડીમાં વહી જાય છે જેનાથી જળ-પ્રદુષણ થાય છે તેમજ કચરો પીરામણ ગામ અને અને અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ પ્રદુષણ ફેલાવે છે. સરકારી કાયદાઓ અને હવા-પાણી ના પ્રદુષણ બાબતે વિવિધ કોર્ટ ના હુકમો ના થતા ભંગ બદલ ગામના નાગરિકો દ્વારા અનેક વખતે ફરિયાદ થયેલ છે. જેના અનુસંધાને આ ડમ્પિંગ સાઈટને બંધ કરવા TDO સાહેબ દ્વારા હુકમો થયેલા છે. તેમજ જીપીસીબી દ્વારા પ્રદુષણ બાબતે ૦૭/૦૩/૨૨ ના રોજ નોટીસ આપેલ છે.
ગઈકાલે પંચાયતના કચરા કુંડીના કર્મચારીઓ દ્વારા હોટલોનું વેસ્ટ ડ્રમોમાં ભરી લાવી આ સાઈટ ઉપર ઠાલવી રહ્યા હતા ત્યારે ગામના નાગરિકો દ્વારા રંગે હાથે ઝડપી પીરામણ પંચાયતને આ કૌભાંડની ફરિયાદ કરી હતી. જોકે આ કૃત્ય પંચાયતની જાણમાં ના હોય એવું માનવા યોગ્ય નથી.
આ બાબતના ફરીયાદી અનસ નાનાબાવાના જણાવ્યા મુજબ “ _આ સાઈટ ગો-ચરણ ની જગ્યા માં ગેરકાયદેસર બની છે.આ સાઈટ દ્વારા જળ અને હવાનું પ્રદુષણ થાય છે. આ બાબતે મેં ૦૭/૦૧/૨૨ ના રોજ TDO સાહેબ અંકલેશ્વર અને જીપીસીબી ને ફરિયાદ કરી હતી જેના અનુસંધાને જીપીસીબી દ્વારા તારીખ ૦૭/૦૩/૨૨ ના પીરામણ ગ્રામ પંચાયત ને રોજ નોટીસ પણ આપવામાં આવી છે તેમ છતાં ગઈ કાલે પંચાયત ના સફાઈ કર્મચારીઓ દ્વારા હોટલો નું વેસ્ટ ઠાલવતા અમોએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને આ બાબત ની મોખિક ફરિયાદ પીરામણ ગ્રામ પંચાયત ને કરી હતી. જોકે આ બાબતે તેઓ અજાણ નથી. અમોને શંકા છે કે આ એક કોભાંડ છે. જેમાં અનેક વગદાર લોકો સામેલ હોઈ શકે છે. અગાઉ TDO સાહેબ અંકલેશ્વર દ્વારા આ ડમ્પિંગ સાઈટ ને અન્ય સ્થળાંતર કરવા લેખિત માં જણાવ્યું હતું ત્યારે અન્ય સ્થળ મળે નહિ ત્યાં સુધી હંગામી ધોરણે ચાલુ રાખવા નો ઠરાવ કરવામાં આવ્યો હતો તે આજે વર્ષો બાદ પણ નવી જગ્યાએ સ્થળાંતર થઈ શકી નથી.