Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી મોટાવાસમા 52 ગજની ધજા ફરકાવી રામનવમીની ઉજવણી કરાઈ.

Share

દર ત્રણ વર્ષે આવતી ચૈત્ર મહિનાની નવમી એટલે મોટી રામનવમી ત્યારે લીંબડી મોટાવાસ દ્રારા પરંપરાગત રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે રામનવમીના દિવસે પરંપરાગત રામાપીરને નિવેજ સાથે 52 ગજની ધજા ચઢાવવામાં આવી હતી તેમજ આજ વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર તેમજ માત ભવાની મંદિર ખાતે પણ આ વિસ્તારના લોકો દ્વારા શ્રધ્ધાપુર્વક ચોખાના નિવેજ ચઢાવવાંનો એક અનોખો રિવાજ છે ત્યારે આ તહેવાર મોટાવાસના સમસ્ત લોકો દ્વારા ઉજવવામાં આવે છે.

ત્યારબાદ લીંબડીના રામદેવ ખાચે આવેલ મંદિરે નગારાના તાલે વાજતેગાજતે લીલુડો ઘોડા સાથે પણ ધજા ચઢાવવામાં આવે છે ત્યારે આ ઉજવણી આ વિસ્તારના વડીલો જેમ કે નાનજીભાઈ પરમાર, મનસુખભાઈ સોલંકી, કલ્પેશ વાઢેર, ગોવિંદભાઈ મકવાણા, જેઠાભાઈ સોલંકી, રમણભાઈ વોરા, ચતુરભાઈ વાઘેલા સહિતના તમામ લોકો આ આયોજન કરવામાં આવે છે તેમજ વડીલોના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા આ આયોજન કરવામાં આવે છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું : કાંઠા વિસ્તારો હાઈ એલર્ટ.

ProudOfGujarat

નથી રહી કોઈ અપેક્ષા આપની પાસે પ્રેમની, હું જ પ્રેમમાં પાગલ આપને તકલીફ દઇ બેઠો…

ProudOfGujarat

ઉમરપાડામાં આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર નાયબ કલેકટર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!