Proud of Gujarat
INDIAFeaturedGujarat

યુવા ભાજપ પ્રેરિત આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા નેત્રંગ ખાતે આવતા સ્વાગત કરાયું.

Share

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાજપ સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા ચાલી રહી છે. આજ રોજ તા.૯ મી એપ્રિલના રોજ ભરૂચ જિલ્લાની ૧૫૨-ઝઘડિયા વિધાનસભામાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે વાલિયાથી શરૂ થયેલી આ યાત્રા બપોરે નેત્રંગ પહોંચતા તાલુકાના સંગઠનના હોદ્દેદારો તેમજ આગેવાનોએ ભારતીય જનતા યુવા મોરચાના ભરૂચ જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત જિલ્લાના યુવા મોરચાના હોદેદારોનું સ્વાગત કરી યાત્રાને આગળ પ્રસ્તાન કરાવી અભિનંદન આપ્યા હતા.

દેશની આઝાદી પાછળ અનેક યુવાનોએ પોતાના જીવની આહુતિ આપી છે. દેશ માટે મોતને ગળે લગાનાર વીર શહીદોની વાતો લોકો સુધી પહોંચે અને દેશના યુવાનો તેમની દેશભક્તિમાંથી પ્રેરણા લે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીના 75 વર્ષની દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે. જેના ભાગ રૂપે ભાજપના સ્થાપના દિવસથી ગુજરાતમાં આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા શરૂ થઈ છે.ભરૂચ જિલ્લા યુવા ભાજપે પણ 6 એપ્રિલના રોજ જાંબુસરના અણખી ખાતેથી યાત્રાની શરૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

તમારા મૃત્યુના દિવસો નજીક છે,ભરૂચ સાંસદ મનસુખ વસાવાને ધમકી…જાણો શુ છે?

ProudOfGujarat

સુરતના કપલેથા ગામમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરાઇ

ProudOfGujarat

સ્વછતાની ગુલબંગો વચ્ચે ગંદકીમાં સબડતું અંકલેશ્વર નગર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!